41 એને ચ્યે સમયે ચ્યાહાય યોક વાછડા મુર્તિ બોનાવી, એને તી મુર્તિલ બલિદાન ચોડાવ્યા, એને ચ્યાહા આથા કામહાકોય ખુશ ઓઅરા લાગ્યા.
એને બાકી માઅહે જ્યેં ચ્યા હાનીકારક ગોડહાકોય નાંય મોઅયે, ચ્યાહાય ચ્યાહા હોના એને ચાંદી એને પિતળા એને લાકડા મુર્તિહી પૂજા કોઅના નાંય છોડહયા, જ્યો ચ્યાહાય બોનાવલ્યો આત્યો. યો મુરત્યો દેખી નાંય હોકે, વોનાય નાંય હોકે, એને ચાલી બી નાંય હોકે, એને ચ્યાહાય બુતા આત્માહાલ બી પૂજા કોઅના બંદ નાંય કોઅયાહાં.