37 ઓ તોજ મૂસા હેય, જ્યાંય ઈસરાયેલી લોકહાન આખ્યાં, પોરમેહેર તુમહે બાહાહા માઅને તુમહેહાટી મા રોકો યોક ભવિષ્યવક્તા ઉબો કોઅરી.
લોકહાય જાવાબ દેનો કા, “એલો ગાલીલ ભાગામાઅને નાજરેત ગાવા ભવિષ્યવક્તા ઈસુ હેય.”
તોવે યોક વાદળાં યેના એને ચ્યાહાન ચ્યા સાવલ્યેકોય ડાકી લેદા, એને ચ્યાહાય વાદળામાઅને પોરમેહેરાલ બોલતા વોનાયા, “ઓ મા પ્રિય પોહો હેય, ચ્યા આખલા માનજા”.
એને વાદળાં માઅને આવાજ જાયો કા, “ઓ મા પોહો મા પોસાન કોઅલો હેય, ચ્યા આખલા વોનાયા.”
પિલાત રાજાય આખ્યાં, “તોવે તું રાજા હેતો કા?” ઈસુવે જવાબ દેનો, “આંય રાજા હેતાઉ, એહેકેન તું આખતોહો, મા જન્મો લેયના એને દુનિયામાય યેયના કારણ હેય, કા હાચ્ચાયે બારામાય હિકાડી હોકુ, જ્યેં હાચ્ચાં પાળતેહે ચ્યે મા વાત વોનાતેહે.”
ઓજ મૂસા યોક ભવિષ્યવક્તા રુપામાય આપહે આગલ્યા ડાયહા આરે આતો જોવે ચ્યે ઉજાડ જાગામાય હોરગા દૂતા આરે યોકહાતે બેગે આતેં, તાં સીનાય ડોગાવોય મૂસાલ જીવન દેનારા વચન મિળ્યાં એને ચ્યાય આપહે લોગુ પોઅચાડી દેના.