27 બાકી જો ચ્યા પડોશીવોય અન્યાય કોઇ રિઅલો આતો, ચ્યાય ઈ આખીન ધોક્કો દેનો, તુલ કુંયે આમહાવોય પ્રધાન એને ન્યાય કોઅનારો ઠોરવ્યોહો?
ઈસુ એને ચ્યા શિષ્ય પાછા યેરૂસાલેમ યેય ફૂગ્યા, એને જોવે તો દેવાળામાય હિકાડે તોવે મુખ્ય યાજક, મૂસા નિયમ હિકાડનારા ગુરુ એને આગેવાન ચ્યા ચ્યાપાય યેયન પુછા લાગ્યા. “તુલ યેં કામે કોઆહાટી તોપાય કાય ઓદિકાર હેય? કુંયે તુલ ઓહડા ઓદિકારાહાતે દોવાડયોહો?”
બાકી ઈસુય ચ્યાલ આખ્યાં, “ઓ બાહા, માન કુંયે તુમહે ન્યાય કોઅરા કા મિલકાત વાટાં નિવડયોહો?”
એને પિત્તર એને યોહાનાલ વોચમાય ઉબા કોઇન પુછા લાગ્યા, “યા માઅહાલ હારાં કોઅરાહાટી કુંયે તુમહાન સામર્થ એને ઓદિકાર દેનો?”
જોવે મોઠી સોબાયે લોક ઈ વોનાયા, એને ખિજવાઈ ગીયા, એને પ્રેષિતાહાન માઆઇ ટાકના વિચાર કોઅતા લાગ્યા.
ઓ તોજ મૂસા હેય જ્યાલ ઈસરાયેલ્યાહાય નાકાર કોઇ દેનલો આતો, એને જ્યાહાય આખલા આતા, તુલ કુંયે આમહે પ્રધાન એને ન્યાય કોઅનારો બોનાડયોહો? ઓ તોજ હેય જ્યાલ પોરમેહેરાય ચ્યા હોરગા દૂતાકોય, જો ચ્યાહાટી જાડયેમાય પ્રગટ ઓઅલો આતો, શાસક એને તારણ દેનારો ઓઅરાહાટી દોવાડયો.
બાકી આપહે આગલ્યા ડાયહાય ચ્યાલ નાંય માન્યા, બાકી ચ્યાલ ઠકરાવીન ચ્યાહા મોનાકોય મિસર દેશામાય પાછા ફિરી જાં માગતા આતા.
યો વાતો વોનાઈન યહૂદી આગેવાન બોજ ખિજવાય ગીયા એને સ્તેફનુસાવોય દાત કોકડાવા લાગ્યા.