10 બાકી જીં કાય ચ્યાય આખ્યાં ચ્યે ચ્યા કાયજ જોવાબ નાંય દી હોક્યે, કાહાકા પવિત્ર આત્માય ચ્યાલ બોજ બુધિમાની કોય બોલાહાટી મોદાત કોઅયી.
યોહાન યોક ઓહડો માઅહું રોય, જો ભવિષ્યવક્તા એલીયા આત્મા એને સામર્થ્ય ચ્યા આરે રોય, કા આબહા મોન પાહહા એછે ફેરાવી દી; એને તો પોરમેહેરા આગના નાંય માનનારા લોકહાન પોરમેહેરા જ્ઞાન કબુલ કોઆડી, એને લોકહાન પ્રભુહાટી તિયાર કોઅરી.”
કાહાકા આંય તુમહાન ઓહડી વાત એને ઓહડી ઓકાલ દિહી કા તુમહે દુશ્માન તુમહાન ચ્યા કાયબી સામનો નાંય કોઅય હોકી.
દેવાળા રાખવાળ્યાહાય જાવાબ દેનો, “કાદા માઅહાય કોવેજ ઓહડયો વાતો નાંય કોઅલ્યો.”
બાકી જોવે પોરમેહેરા ઇહિને ઓઅરી તોવે તુમા ચ્યાહાન કોદાચ મિટાડી નાંય હોકહા, એહેકોય નાંય બોને, કા તુમા પોરમેહેરાઆરે બી લોડનારા બોને.”
તોવે ગુલામી-છુટકા લોકહાય કોલહાક માટડાહાન સ્તેફનુસા બારામાય જુઠા બોલાહાટી ઉસરાવ્યા, “આમહાય યાલ મૂસા એને પોરમેહેરા વિરુદમાય નિંદા વાતો કોઅતા વોનાયાહા.”
બાકી કોલહાક લોકહાય સ્તેફનુસા વિરુદ કોઅયો, ચ્યે ચ્યા સોબાયે ઠિકાણા સભ્ય આતેં, જ્યાહાલ ગુલામી-છુટકો આખતે આતેં, ચ્યા લોક કુરેન એને સિકન્દરિયા શેહેરામાઅને કિલિકિયા એને આસિયા વિસ્તારામાઅને બી આતેં, યા લોક સ્તેફનુસા આરે બોલા-બોલી કોઅરા લાગ્યા.
ઓ કોઠણ લોકહાય, તુમા ચ્યા વાત માના એને વોનાયા નાકાર કોઅતાહા, તુમા કાયામ પવિત્ર આત્મા વિરુદ કોઅતાહા, જેહેકેન તુમહે આગલ્યાડાયા કોઅતા આતા, તેહેકેન તુમાબી કોઅતાહા.
એને મા શિક્ષણ એને મા પ્રચારમાય માઅહા જ્ઞાના ચતુરાઇ વાતો નાંય આત્યો, બાકી પવિત્ર આત્મા સામર્થ્યા અગુવાઈ થી તુમહાન આખ્યાં.