35 તોવે ચ્યાય મોઠી સોબાયે સભ્ય આતા ચ્યાહાન આખ્યાં, “ઈસરાયેલ બાહાહાય, જીં કાય યા માઅહા આરે કોઅરા માગતાહા, તી વિચાર કોઇન કોઅજા.
જોવે તો ન્યાય કોઆહાટી ખુરચ્યેવોય બોઠો, તોવે ઓલહામાય ચ્યા થેઅયે ચ્યાલ આખા દોવાડયા કા, “તું એલા ન્યાયી વોચમાય કાય મા કોઅતો, કાહાકા માયે આજે હોપનામાય એલા બારામાય બોજ દુઃખ વેઠયાહા.”
આમી જોવેકા યે વાતહે નાકારબી નાંય ઓઈ હોકે, તે ઠીક હેય, કા તુમા ઠાવકા રા, એને વોગાર હોમજી-વિચારી કાયજ મા કોઅતા.
જોમાદારાય ઈ વોનાયને સૈન્ય-દલા સરદારાપાય પાહાય જાયને આખ્યાં, “તું ઈ કાય કોઅતોહો? ઓ તે રોમી માઅહું હેય.”
બાકી ગમાલીયેલ નાંવા યોક પોરૂષી જો મૂસા નિયમ હિકાડનારો એને બોદા લોકહામાય માના-પાનાં આતો, મોઠી સોબાયેમાય ઉબો રોયન પ્રેષિતાહાન થોડીવાઆ લોગુ બાઆ લેય જાં આખ્યાં.
કાહાકા યા દિહીહયા પેલ્લા થિયુદાસ નાંવા માઅહું યેના, તો ઈ આખે કા તો યોક મોઠા માઅહું હેય એને લગભગ ચાર હોવ માઅહે ચ્યા શિષ્ય બોની ગીયે, એને ચ્યાલ માઆઇ ટાક્યો, એને ચ્યાલ માનનારે વિખરાય ગીયે એને ચ્યાહા નાશ ઓઅયા.