34 બાકી ગમાલીયેલ નાંવા યોક પોરૂષી જો મૂસા નિયમ હિકાડનારો એને બોદા લોકહામાય માના-પાનાં આતો, મોઠી સોબાયેમાય ઉબો રોયન પ્રેષિતાહાન થોડીવાઆ લોગુ બાઆ લેય જાં આખ્યાં.
એને તીન દિહહયા પાછે તો ચ્યાહાન દેવાળા બાઆપુર મૂસા નિયમ હિકાડનારા ગુરુહુ આરે બોહીન, ચ્યાહા તો વોનાય એને સવાલ પુછતા મિળ્યો,
એને યોક દિહી ઈસુ હિકાડે તોવે પોરૂષી લોક એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ બોઠલા આતા, જ્યા ગાલીલ ભાગા એને યહૂદીયા વિસ્તારા બોદા ગાવહામાઅને એને યેરૂસાલેમ શેહેરામાઅને તાં યેનલે આતેં એને હારાં કોઅરાહાટી પ્રભુવા સામર્થ્ય ઈસુવાઆરે આતાં.
ઈસુવે જવાબ દેનો, “તું ઈસરાયેલ લોકહા ગુરુ હેય, તુલ યો વાતો હોમજી જાં જોજે.”
આંય તે યહૂદી હેતાંવ, મા જન્મો કિલિકિયા વિસ્તારા તારસુસ શેહેરામાય જાયો, બાકી યા શેહેરામાય ગમાલીયેલા પાગહાપાય બોહીન શિક્ષણ મેળવ્યા, એને આગલ્યા ડાયાહા નિયમબી હારેરીતે હિકાડલા ગીયા, એને આંયબી પોરમેહેરાહાટી ઓહડો ઉત્સાહી આતો, જેહેકેન તુમા બોદા આજે હેતા.
બાકી ચ્યાહાન મોઠી સોબાયે બાઆ જાયને ઉબા રા આખ્યાં, એને ચ્યા ચ્યાહામાય વિચાર કોઅતા લાગ્યા.
ઈ વોનાયને પ્રેષિત બોડે હાકાળેહેજ દેવાળામાય ગીયા, જેહેકેન ચ્યાહાન હોરગા દૂતહાકોય આખલા ગીઅલા આતા, એને ચ્યાહાય લોકહાન હિકાડના સુરુ કોઅયા. બાકી મહાયાજક એને ચ્યા હાંગાત્યાહાય યેયન મોઠી સોબાયેલ એને ઈસરાયેલ્યાહા બોદા વડીલાહાન યોખઠા કોઅયા, એને જેલેમાય આખી દોવાડયા કા પ્રેષિતાહાન લેય યેય.
જોવે મોઠી સોબાયેમાય ઉબા કોઅયા, તોવે મહાયાજકાય ચ્યાહાન પુછ્યાં.
તોવે ચ્યાય મોઠી સોબાયે સભ્ય આતા ચ્યાહાન આખ્યાં, “ઈસરાયેલ બાહાહાય, જીં કાય યા માઅહા આરે કોઅરા માગતાહા, તી વિચાર કોઇન કોઅજા.