16 એને યેરૂસાલેમ શેહેરા આહી-પાહીને શેહેરામાઅને બોજ લોક બિમાર્યાહાન એને બુતહાકોય પીડાલાહાન લેય યેયન, પ્રેષિતાહા પાય બેગે ઓઅતે આતેં, એને બોદે હારેં કોઇ દેવામાય યેતે આતેં.
હેરોદ રાજા ખિજવાય ગીયો જોવે ચ્યાલ લાગ્યા કા માગી લોકહાય ચ્યાઆરે દોગો કોઅયો, ચ્યાય સૈનિકાહાલ દોવાડયા બેથલેહેમ ગાવા એને ચ્યા પાહી-પાહીના ઠીકાણાહામાયને બોદા વાહના પોહાહાલ માઆઇ દેય, જ્યેં બેન વોરહા એને ચ્યા કોઅતા વાહને આતેં, ઈ માગી લોકહાન પેલ્લા તારો દેખાના આધારાવોય આતા.
એને બોદા સિરીયા વિસ્તારામાય ચ્યા ખોબાર ફેલાય ગીયી, તોવે જ્યા બિમાર આતા, જ્યાહાલ જુદા-જુદા જાત્યા રોગ એને દુ:ખામાય પીડાલા આતા, એને જ્યાહાલ બુત લાગલા એને મિરગ્યે લોખવાવાળે આતેં, એને ચ્યા બોદહાન ચ્યાહાય ચ્યાપાય લેય યેને એને ચ્યાય ચ્યા બોદા દુખ્યાહાલ હારેં કોઅયે.
જોવે જુંજડા પોડી ગીયા તોવે માઅહે ઈસુવાપાય બોજ જાત-જાત્યા દુખ્યાહાન એને જ્યાહામાય બુત વોળાગલા આતા ચ્યાહાન લેય યેને એને ઈસુવે ચ્યા બુતહાન ચ્યા વચના કોયન કાડી ટાક્યા, એને બોદા દુખ્યાહાન હારાં કોઅયા.
એને યોક દિહી ઈસુ હિકાડે તોવે પોરૂષી લોક એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ બોઠલા આતા, જ્યા ગાલીલ ભાગા એને યહૂદીયા વિસ્તારા બોદા ગાવહામાઅને એને યેરૂસાલેમ શેહેરામાઅને તાં યેનલે આતેં એને હારાં કોઅરાહાટી પ્રભુવા સામર્થ્ય ઈસુવાઆરે આતાં.
જ્યા ચ્યાપાય વોનાયા એને દુઃખામાઅને હારેં ઓઅરાહાટી યેનલા, એને બુત લાગલે માઅહેબી હારેં ઓઅઇ જાતે આતેં.
બાકી લોકહાન ખોબાર પોડી ગિઇ, એને લોક ઈસુઇહી યેના, તોવે ઈસુય ચ્યાહાઆરે ખુશીને હાતે મિળ્યો, એને ચ્યાહાઆરે પોરમેહેરા રાજ્યા વાત કોઅરા લાગ્યો, એને જ્યેં હારેં ઓઅરા માગતે આતેં, ચ્યાહાન હારાં કોઅયા.
“આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, જો કાદો માયેવોય બોરહો કોઅહે, યે કામે જ્યેં આંય કોઅતાહાંવ તોબી કોઅરી, બાકી ચ્યાકોઅતે બી મોઠે કામ કોઅરી, કાહાકા આંય આબહાપાય જાય રિયહો.
એને હારાં કોઅરાહાટી તું ઓદિકાર દે કા ચિન્હ ચમત્કાર એને અદભુત કામ તો પવિત્ર સેવક ઈસુ નાવાકોય કોઅલે જાય.”
જીં કાય પ્રેષિત કોઅતા આતા ચ્યા લીદે લોક બિમાર્યાહાન વાટેવોય લેય યેયન પાથારી એને ખાટલાહાવોય હુવાડી દાં આતેં, કા જોવે પિત્તર યેય, તોવે ચ્યા છાવાડીજ ચ્યાહામાઅને કાદાવોય પોડી જાય.
તોવે મહાયાજક એને ચ્યા બોદા હાંગાત્યા જ્યા સાદૂકી ટોળા આતા, પ્રેષિતાહા આરે ઈર્ષ્યા કોઅરા લાગ્યા.
પવિત્ર આત્મા યોક માઅહાલ ખ્રિસ્તાવોય બોજ બોરહો કોઅના વરદાન દેહે, એને બિજા માઅહાલ બિમારી લોકહાન હારાં કોઅના વરદાન દેહે.
યાહાટી તુમા આપસમાય યોક બિજા હામ્મે આપહે-આપહે પાપાહા કોબુલ કોઆ, એને યોકા બિજા હાટી પ્રાર્થના કોઆ, જ્યાકોય હારાં ઓઅય જાહા, ન્યાયી માઅહા પ્રાર્થનાયે બો બોદી અસર ઓઅય હોકહે.