31 જોવે ચ્યે પ્રાર્થના કોઇ ચુક્યે, તોવે તો જાગો જાં ચ્યે બેગે આતેં આલી ગીયો, એને ચ્યે બોદે પવિત્ર આત્માકોય બાઆય ગીયે, એને ચ્યા પોરમેહેરા વચન મોઠી ઈંમાતે કોય આખે.
એને જીં કાય તુમા પ્રાર્થનામાય માગતાહા, ઓહડો બોરહો રાખા કા તી તુમહાન મિળી જાય, તોવે પોરમેહેર ચ્યાહાટી ઈ કોય દી.”
“આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, જો કાદો માયેવોય બોરહો કોઅહે, યે કામે જ્યેં આંય કોઅતાહાંવ તોબી કોઅરી, બાકી ચ્યાકોઅતે બી મોઠે કામ કોઅરી, કાહાકા આંય આબહાપાય જાય રિયહો.
તુમહાય માન નાંય નિવડયો, બાકી માયે તુમહાન નિવડયા, એને તુમહાન નેમહ્યા કા તુમા જાયન ફળ લીયા, એને તુમહે ફળ ટોકી રોય, કા તુમા મા શિષ્ય હેય યાહાટી આબહાવોય માગા, એને તો તુમહાન દી.
જોવે તુમા માંયેમાય બોની રાહા, એને મા શિક્ષણ તુમહેમાય રોહોય, તોવે તુમા જીં કાય માગહા તીં તુમહાન મિળી.
એને પાઉલ એને બારનાબાસ ચ્યા બોજ દિહયા લોગુ તાં રિયા, એને પ્રભુ બોરહાવોય ઇંમાતથી વાતો કોઅતા રિયા, એને પોરમેહેરાય ચ્યાહાકોય ચિન્હ એને નોવાયે કામે કોઆડીન સાબિત કોઅયા કા યા સદા મોયાબારામાય ચ્યાહા સંદેશ હાચ્ચો આતો.
જોવે યહૂદી લોકહા પચાસમા દિહા સણ યેનો, તોવે ચ્યા બોદા યોક જાગે યોકઠા જાયલા આતા.
એને અચાનક હોરગામાઅને મોઠા તુફાન રોકો ગોંગારના આવાજ ઓઅયો, એને ચ્યા બોઠલા આતા તી બોદા ગુઉ ચ્યા આવાજા કોય ગાજી ઉઠયા.
એને ચ્યા બોદા પવિત્ર આત્માકોય બાઆઈ ગીયા, એને જેહેકેન પવિત્ર આત્માય ચ્યાહાન બોલના તાકાત દેની, ચ્ચે રીતે જુદી-જુદી ભાષામાય બોલા લાગ્યા.
જોવે ચ્યાહાય પિત્તર એને યોહાન યાહા ઈંમાત દેખ્યી, એને ઈ જાંઅયા કા યા અભણ એને સાદે માઅહે હેય, તોવે નોવાય પામ્યા, પાછે ચ્યાહાન વોળખ્યા, યા ઈસુ આરે રોય રીઅલા આતા.
આમી ઓ પ્રભુ, ચ્યાહા દમકી વોનાય, એને તો સેવકાહાલ ઈ વરદાન દે કા તો વચન મોઠી ઈંમાતે કોય આખે.
એને વિસ્વાસી લોકહામાઅને ઘોણા લોકહાન મા કૈદમાય રોવાથી આજુ ઈંમાત મિળલી હેય, એને ચ્યે બોજ ઈંમાતકોય એને દાક વોગાર પોરમેહેરા વચન આખતેહે.
મા ઈ બોજ ઇચ્છા એને આશા હેય કા આંય કોહડીબી પરિસ્થીતીમાય શરમિંદા નાંય ઓઉં, બાકી પેલ્લા હારકા આમીબી ખ્રિસ્તા બારામાય પ્રચાર કોઅના પુરી ઈંમાત ઓએ, ઓઅય હોકે, આંય જીવતો રોઉં કા મોઅઇ જાંઉ આંય મા પુરાં જીવનાકોય ખ્રિસ્તા મહિમા કોઅતો રોઉં.
બાકી જો તુમહેમાઅને યોકતાલ બુદયે કોમી હેય, તે પોરમેહેરાપાઅને માગા, તો ઠપકો દેયા વોગાર બોદહાન ઉદારતાથી દેહે, એને તો ચ્ચાલ દેઅરી.