29 આમી ઓ પ્રભુ, ચ્યાહા દમકી વોનાય, એને તો સેવકાહાલ ઈ વરદાન દે કા તો વચન મોઠી ઈંમાતે કોય આખે.
તોવે પાઉલ એને બારનાબાસે બિક વોગાર આખ્યાં, “જરુરી આતા, કા પોરમેહેરા વચન પેલ્લા તુમહાન આખલા આતા, બાકી જોવે તુમહાય નાકાર કોઇ દેના, એને પોતાલ અનંતજીવના લાયકે નાંય ઠોરાવે, તો આમી, આમા ગેર યહૂદી લોકહાપાંય જાતહા.
એને પાઉલ એને બારનાબાસ ચ્યા બોજ દિહયા લોગુ તાં રિયા, એને પ્રભુ બોરહાવોય ઇંમાતથી વાતો કોઅતા રિયા, એને પોરમેહેરાય ચ્યાહાકોય ચિન્હ એને નોવાયે કામે કોઆડીન સાબિત કોઅયા કા યા સદા મોયાબારામાય ચ્યાહા સંદેશ હાચ્ચો આતો.
એને તોવે પાઉલ સોબાયે ઠિકાણામાય જાયને તીન મોયના લોગુ બિઅયા વોગાર બોલતો રિયો, એને પોરમેહેરા રાજ્યા બારામાય બોલા-બોલી કોઅતો એને હુમજાડતો રિયો.
રાજાબી જ્યા હામ્મે આંય બિઅયા વોગાર બોલી રિયહો, યો વાતો જાંઅતોહો, એને માન બોરહો હેય, યે વાતેહેમાઅને કાદી ચ્ચાથી દોબલી નાંય, કાહાકા તી ઘટના દોબીન નાંય ઓઅઇ.
એને જ્યા ચ્યાપાય યેતા આતા, ચ્યા બોદહાન મિળતો રિયો એને બિક વોગાર એને રુકાવાટ વોગર પોરમેહેરા રાજ્યા પ્રચાર કોઅતો એને પ્રભુ ઈસુ ખ્રિસ્તા વાતો હિકાડતો રિયો.
જોવે ચ્યાહાય પિત્તર એને યોહાન યાહા ઈંમાત દેખ્યી, એને ઈ જાંઅયા કા યા અભણ એને સાદે માઅહે હેય, તોવે નોવાય પામ્યા, પાછે ચ્યાહાન વોળખ્યા, યા ઈસુ આરે રોય રીઅલા આતા.
તોવે ચ્યાહાય ચ્યાહાન આજુ દોમકાડીન જેલેમાઅને છોડી દેના, કાહાકા લોકહા લીદે ચ્યાહાન ડોંડ દેઅના કાયજ કારણ નાંય મિળ્યાં, યાહાટી કા જીં ઘટના જાયલી આતી ચ્યા લીદે બોદા લોક પોરમેહેરા સ્તુતિ કોઅતા આતા.
જોવે ચ્યે પ્રાર્થના કોઇ ચુક્યે, તોવે તો જાગો જાં ચ્યે બેગે આતેં આલી ગીયો, એને ચ્યે બોદે પવિત્ર આત્માકોય બાઆય ગીયે, એને ચ્યા પોરમેહેરા વચન મોઠી ઈંમાતે કોય આખે.
બાકી બારનાબાસે ચ્યાલ પોતાના આરે પ્રેષિતાહા પાય લેય જાયને ચ્યાહાન આખ્યાં, કા યાય કેહેકેન દમસ્ક શેહેરા એછે જાયના વાટેમાય પ્રભુ ઈસુલ દેખ્યો, એને ઈસુવે ચ્ચાઆરે વાતો કોઅયો, પાછે ઈંમાત રાખીન કેહેકેન દમસ્ક શેહેરામાય ઈસુવા નાંવા પ્રચાર કોઅયો.
પ્રેષિતાહાય બર્નાબાસાવોય બોરહો કોઅયો, યાહાટી શાઉલ યેરૂસાલેમ શેહેરામાય રોય ગીયો, ચ્યાહાઆરે યેરૂસાલેમ શેહેરામાય બોદે જાગે જાયને બિક વગર ઈસુ બારામાય પ્રચાર કોઅતો આતો.
યાહાટી જીં માઅહું જુદી ભાષા બોલહે, તે તી પ્રાર્થના કોએ, કા જીં ચ્યાય આખ્યાં ચ્યા મતલબ પોતે હોમજાડી હોકે.
યાહાટી ઓહડી આશા રાખીન આમા ઇંમાતથી બોલજેહે.
એને વિસ્વાસી લોકહામાઅને ઘોણા લોકહાન મા કૈદમાય રોવાથી આજુ ઈંમાત મિળલી હેય, એને ચ્યે બોજ ઈંમાતકોય એને દાક વોગાર પોરમેહેરા વચન આખતેહે.
તુમહાન ખોબાર હેય, કા પેલ્લા આમહાય ફિલિપ્પી શેહેરામાય દુઃખ વેઠયાં એને અપમાન સહન કોઅયા તેરુંબી આમહે પોરમેહેરે આમહાન ઓહડી ઈંમાત દેની, કા થેસ્સાલોનિકી લોકહાય આમહે વિરુદ કોઅયો તેરુંબી આમહાય તુમહાન ખ્રિસ્તા હારી ખોબાર આખી.
બાકી પ્રભુય મા મોદાત કોઅયી એને માન બોજ ઈંમાત દેની, જેથી આંય ખ્રિસ્તા હારી ખોબાર બોદહાન પ્રચાર કોઉ, જેથી બોદા ગેર યહૂદી લોક વોનાય હોકે, એને ચ્યેય માન મોરણા માઅને બોચાવી લેદલો હેય.