24 ઈ વોનાઈન, ચ્યાહાય યોકમન ઓઇન મોઠા આવાજા કોય પોરમેહેરાલ પ્રાર્થના કોઅયી, “ઓ પ્રભુ, તું તોજ હેય જ્યાંય હોરગા એને દોરતી એને જીં કાય ચ્યામાય હેય બોનાવ્યાં.
“ઓ લોકહાય, તુમા કાય કોઇ રીઅલા હેય? આમા બી તે તુમહે હારકે દુ:ખ-સુખ બોગાવનારે માઅહે હેય, એને તુમહાન હારી ખોબાર આખજેહે કા તુમા યે નોકામ્યે વસ્તુહુથી આલાગ ઓઇન જીવતા પોરમેહેરાએછે યા, જ્યાંય આકાશ એને દોરતી એને દોરિયો એને જીં કાય ચ્યામાય હેય બોનાડ્યા.
આરદી રાતી લગભગ પાઉલ એને સિલાસ પ્રાર્થના કોઅતા પોરમેહેરા સ્તુતિ ગીતે આખતા આતા, એને જેલ્યા ચ્યાહા વોનાય રીયલા આતા.
પિત્તર એને યોહાન જેલેમાઅને સુટીન યેરૂસાલેમમાય ચ્યાહા હાંગાત્યાહા પાય યેના, એને જીં કાય મુખ્ય યાજક એને આગેવાનહાય આખલા આતા, ચ્યાહાન આખી દેના.