12 ઈસુ સિવાય કાદા બિજા કોય બોચાવ નાંય હેય, કાહાકા હોરગા નિચે માઅહામાય બિજા કાય નાંવ નાંય દેનલા હેય, જ્યાકોય આપા બોચી જાય હોકજે.”
તી યોકા વાહના પોહાલ જન્મો દી એને તું ચ્યા નાંવ ઈસુ થોવજે, કાહાકા તો ચ્યા લોકહા પાપહા પાયને તારણ કોઅરી!”
એને યેરૂસાલેમ શેહેરાહીને લેયને તે બિજ્યે બોદયે જાત્યે લોકહાન પાપ છોડના એને પાપહા માફી ખોબાર, ચ્યાજ નાંવા માય કોઅયી.
ઈસુવે ચ્યાલ આખ્યાં, “વાટ એને હાચ્ચાં એને અનંતજીવન આંયજ હેતાંવ, માયે વોગાર કાદો પોરમેહેર આબહાપાય નાંય જાય હોકે.
જીં માઅહું પોરમેહેરા પોહાવોય બોરહો કોઅહે, અનંતજીવન ચ્યાજ હેય, બાકી જીં પોરમેહેરા પોહાવોય બોરહો નાંય કોએ, ચ્યાલ અનંતજીવન નાંય મીળે, બાકી પોરમેહેરા ડોંડ ચ્યાવોય બોની રોય.”
“ઓ બાહાહાય, તુમા જ્યા આબ્રાહામા પીડી હેતા, એને પોરમેહેરા બિક રાખનારા ગેર યહૂદી લોકહાય, પોરમેહેરાય આપહે પાહી ઈસુ બારામાય ઓ સંદેશ દોવાડલો હેય જો લોકહાન બોચાડેહે.
ચ્ચે સમયે, પોરમેહેરા દાક રાખનારા કોલહાક યહૂદી લોક આતા, જ્યા આકાશા નિચે દુનિયા બોદા દેશામાઅને સણ મોનાવાહાટી યેરૂસાલેમ શેહેરામાય યેનલા આતા એને યેરૂસાલેમ શેહેરામાય રોતા આતા.
કાહાકા જો પેલ્લાને પાયો ટાકલો હેય તો ઈસુ ખ્રિસ્ત હેય, ચ્યાશિવાય બિજો કાદાબી બિજો પાયો નાંય ટાકી હોકે.
બાકી તુમહે ખ્રિસ્તાવોય મજબુત બોરહો જોજે, તુમહાન હારી ખોબાર આખતે વેળાયે જીં આશા મિળલી આતી તી નાંય છોડતે, જીં હારી ખોબાર આકાશા નિચે બોદી દુનિયામાય આખલી જાહે, તી હારી ખોબાર આંય પાઉલ પ્રચાર કોઅતાહાંવ.
હાચવીન રા, એને ચ્યા આખનારા આગના પાળના મોનાય મા કોઅહા, કાહાકા ઈસરાયેલા લોકહાન જોવે દોરત્યેવોય ડોંડ દેનો કાહાકા ચ્યાહાય ચેતાવણી દેનારા આગનાયેહેલ નાંય પાળી. યાહાટી જો આમા ચ્યા હોરગામાઅને બોલનારા આગના નાંય પાળહુ તે આમા બી નાંય બોચી હોકહુ.
તે આપા ઓહડા ઉત્તમ તારણથી બેદરકાર રોયન કેહેકેન બોચી હોકજે? જ્યા ચર્ચા પેલ્લા પ્રભુ ઈસુથી કોઅલી ગીયેલ, એને જ્યા શિષ્ય પેલ્લા ચ્યા પાયને વોનાલા આતા, ચ્યાહાય આપહે હામ્મે ઈ સિદ્ધ કોઅયા કા ઓજ હાચ્ચો હેય.