4 પિત્તર એને યોહાને ચ્યાલ દિયાન દેયને એઅયા એને પિત્તરે આખ્યાં, “આમહે એછે એએ.”
તોવે ચ્ચાય ચોપડી બંદ કોઇન સેવકા આથામાય દેય દેની, એને બોહોય ગીયો એને સોબાયે ઠિકાણામાય બોદા ચ્યાએછે એક દીઠ એઅઇ રીઅલા આતા.
ઈસુય ચ્યેલ આખ્યાં, “કાય માયે તુલ નાંય આખ્યેલ કા, જોવે તું બોરહો કોઅહે, તોવે તું પોરમેહેરા મહિમા એએહે?”
જોવે ઈસુવે ચ્યાલ હુતલો એઇન એને બોજ વોરહાથી પોડલાં હેય એહેકેન માલુમ જાયા તોવે ચ્યાય ચ્યાલ આખ્યાં, “તુલ હારાં ઓઅના મોરજી હેય કા?”
કરનેલીયુસાય હોરગા દૂતાલ આખ્યાં, “ઓ માલિક, કાય હેય?” ચ્યાય ચ્યાલ આખ્યાં, “તો પ્રાર્થના એને તો દાન યાદગીરીહાટી પોરમેહેરા હામ્મે પોઅચ્યાહા.
જોવે માયે ચ્ચાવોય દિયાન કોઅયા, તે દોરતી વોયને ચાર પાગાવાળે જોનાવરે એને જંગલી જોનાવરે, એને હોઅપલીન ચાલનારેં જંતુ એને આકાશામાય ઉડનારે ચિડેં દેખ્યે.
યોક દિહી પિત્તર એને યોહાન બોપરેહે તીન વાગે પ્રાર્થના સમયે દેવાળામાય જાય રીઅલા આતા.
જોવે તો માઅહું પિત્તર એને યોહાના આરે આતો, તે બોદા લોક બોજ નોવાય પામીન ચ્યે બોદે સુલેમાના પારસાળા માય દાંહાદી ગીયે, જાં હારો ઓઅય ગીઅલા માઅહું પિત્તર એને યોહાનાલ ફીટ દોઅય રિઅલો આતો.
ઈ એઇન પિત્તરે લોકહાન આખ્યાં, “ઓ ઈસરાયેલી લોકહાય, તુમહાન યા માઅહાલ એઇન કાહા નોવાય લાગી? એને આમહે એછે એહેકેન કાહા દારી-દારી એઅતાહા? કા જેહેકેન આમહાયજ આમહે શક્તિ કા ભક્તિ તાકાતેવોય યા માઅહાલ ચાલા-ફિરા લાયકે બોનાડી દેનો.
જોવે ચ્યાય પિત્તર એને યોહાનાલ દેવાળામાય જાતા દેખ્યા, તોવે ચ્યાહાપાઅને બિખ માગી.
ચ્યાહાપાઅને કાય મિળી યે આશેકોય તો ચ્યાહા એછે એઅરા લાગ્યો.