11 જોવે તો માઅહું પિત્તર એને યોહાના આરે આતો, તે બોદા લોક બોજ નોવાય પામીન ચ્યે બોદે સુલેમાના પારસાળા માય દાંહાદી ગીયે, જાં હારો ઓઅય ગીઅલા માઅહું પિત્તર એને યોહાનાલ ફીટ દોઅય રિઅલો આતો.
તોવે ઈસુવે પિત્તરાલ એને યોહાનાલ એહેકોય આખીન દોવાડયા કા: “જાયને આપહે ખાઅનાહાટી પાસ્કા સણા તિયારી કોઆ.”
જ્યા માઅહામાયને બુત કાડયો તો, ઈસુલ રાવ્યાં કોઇન આખા લાગ્યા, કા માન તોઆરે રા દે, બાકી ઈસુવે ચ્યાલ દોવાડીન આખ્યાં.
એને ઈસુ દેવાળામાય સુલેમાના પારસાળી માય ફિરતો આતો.
જોવે ગોંગારના આવાજ ઓઅયો, તોવે ગીરદી ઓઈ ગીયી એને લોક ગાબરાય ગીયા, કાહાકા બોદા આપહે-આપહે ભાષામાય બોલતા વોનાય રીઅલા આતા.
ઈ એઇન પિત્તરે લોકહાન આખ્યાં, “ઓ ઈસરાયેલી લોકહાય, તુમહાન યા માઅહાલ એઇન કાહા નોવાય લાગી? એને આમહે એછે એહેકેન કાહા દારી-દારી એઅતાહા? કા જેહેકેન આમહાયજ આમહે શક્તિ કા ભક્તિ તાકાતેવોય યા માઅહાલ ચાલા-ફિરા લાયકે બોનાડી દેનો.
જોવે ચ્યાય પિત્તર એને યોહાનાલ દેવાળામાય જાતા દેખ્યા, તોવે ચ્યાહાપાઅને બિખ માગી.
પિત્તર એને યોહાને ચ્યાલ દિયાન દેયને એઅયા એને પિત્તરે આખ્યાં, “આમહે એછે એએ.”
પ્રેષિતાહાકોય બોજ ચિન્હ એને અદભુત કામે લોકહામાય દેખાડલે જાતે આતેં, એને બોદે બોરહો કોઅનારે યોકમન ઓઇન દેવાળા ઈહીં સુલેમાના પારસાળા માય બેગે ઓઅતે આતેં.