31 એને જ્યા ચ્યાપાય યેતા આતા, ચ્યા બોદહાન મિળતો રિયો એને બિક વોગાર એને રુકાવાટ વોગર પોરમેહેરા રાજ્યા પ્રચાર કોઅતો એને પ્રભુ ઈસુ ખ્રિસ્તા વાતો હિકાડતો રિયો.
પાછે ઈસુ બોદા ગાલીલ ભાગામાય ફિરીન એને યહૂદી લોકહા સોબાયે ઠિકાણામાય હિકાડે એને પોરમેહેરા રાજ્યા હારી ખોબાર આખતો એને માઅહામાયને બોદે જાત્યા બિમારી એને ચ્યાહામાઅને નોબળાય દુઉ કોઅતો રિયો.
બોજ સોમાયા પાછે જોવે હેરોદ રાજાય યોહાનાલ દોઇન જેલેમાય ટાકી દેનો, પાછે ઈસુ ગાલીલ ભાગામાય યેઇન, એને ચ્યે પોરમેહેરા રાજ્યા હારી ખોબાર જાહેર કોઅયી.
ચ્યા પાછે તો શેહેરામાય એને ગાવહામાય હિકાડતો એને પોરમેહેરા રાજ્યા બારામાય હારી ખોબાર આખતો ફિરે, એને ચ્યા બારા શિષ્યબી ચ્યાઆરે આતા.
ઈસુય દુ:ખ ઉઠાવ્યા એને મોરણા પાછે બોજ પાક્કી સાબિતી કોઇન તો જીવતો હેય એહેકોય દેખાડયાં, એને ચાળીસ દિહયા લોગુ તો પ્રેષિતાહાલ દેખાતો રિયો, એને પોરમેહેરા રાજ્યા વાતો આખતો રિયો.
એને આમી આંય જાંઅતાહાંવ કા તુમા બોદા જ્યાહામાય પોરમેહેરા રાજ્યા હારી ખોબાર આખતો ફિર્યો, તુમા માન પાછો નાંય એઅહા.
ચ્યે રાતી પ્રભુ ઈસુય પાઉલાલ જાગે યેયન ઉબા રોયન આખ્યાં, “ઓ પાઉલ, ઈંમાત રાખ, કાહાકા જેહેકેન તુયે યેરૂસાલેમ શેહેરમાય મા સાક્ષી દેની, તેહેકોયનુજ તુલ રોમમાય બી સાક્ષી દાં પોડી.”
તોવે પાઉલાહાટી ચ્યાહાય યોક દિહી ઠોરવ્યો, એને બોજ બોદા લોક ચ્યા તાં યોકઠા ઓઅયા, એને તો પોરમેહેરા રાજ્યા સાક્ષી દેતા, એને મૂસા નિયમશાસ્ત્ર એને ભવિષ્યવક્તાહા ચોપડયેહે માઅને ઈસુ બારામાય હોમજાડી-હોમજાડીન હાકાળેહેથી વોખાતાહાલોગુ વર્ણન કોઅતો રિયો.
પાઉલ પુરેં બેન વોરહે પોતાના ભાડાથી લેદલા ગોઆમાય રિયો,
આમી ઓ પ્રભુ, ચ્યાહા દમકી વોનાય, એને તો સેવકાહાલ ઈ વરદાન દે કા તો વચન મોઠી ઈંમાતે કોય આખે.
જોવે ચ્યે પ્રાર્થના કોઇ ચુક્યે, તોવે તો જાગો જાં ચ્યે બેગે આતેં આલી ગીયો, એને ચ્યે બોદે પવિત્ર આત્માકોય બાઆય ગીયે, એને ચ્યા પોરમેહેરા વચન મોઠી ઈંમાતે કોય આખે.
ચ્યા પાછે પ્રેષિતાહાય દિનેરોજ, દેવાળામાય એને ગોઅહે-ગોઅહે જાયને હિકાડના એને હારી ખોબારે પ્રચાર કોઅના ચાલુ રાખ્યાં કા ઈસુજ ખ્રિસ્ત હેય.
બાકી જોવે લોકહાય પોરમેહેરા રાજ્યા એને ઈસુ ખ્રિસ્તા નાંવા હારી ખોબારેવોય ફિલિપા સંદેશ વોનાયને બોરહો કોઅયો, તોવે બોદે થેઅયો એને માટડાહાંય બાપતિસ્મા લેદા.
એને વિસ્વાસી લોકહામાઅને ઘોણા લોકહાન મા કૈદમાય રોવાથી આજુ ઈંમાત મિળલી હેય, એને ચ્યે બોજ ઈંમાતકોય એને દાક વોગાર પોરમેહેરા વચન આખતેહે.
આંય હારી ખોબાર પ્રચાર કોઅતાહાંવ યાહાટી ગુનેગારા હારકો જેલેમાય દુઃખ વેઠતાહાવ, બાકી કાદાબી પોરમેહેરા હારી ખોબાર ફેલાવાહાટી રોકી નાંય હોકે.
બાકી પ્રભુય મા મોદાત કોઅયી એને માન બોજ ઈંમાત દેની, જેથી આંય ખ્રિસ્તા હારી ખોબાર બોદહાન પ્રચાર કોઉ, જેથી બોદા ગેર યહૂદી લોક વોનાય હોકે, એને ચ્યેય માન મોરણા માઅને બોચાવી લેદલો હેય.