20 યાહાટી માયે તુમહાલ હાદ્યાહા, કા તુમહાન મિળું એને વાતચીત કોઉ; કાહાકા ઈસરાયેલા લોકહા આશાહાટી જો ખ્રિસ્ત હેય, જ્યા લીદે આંય યે હાકળેથી બાંદાલો હેતાંવ.”
યાહાટી કા માન જોવે હાદ્યો તોવે કાયજ નાંય આખ્યાં વોગાર આમી આંય યેનો, આમી આંય પૂછતાહાવ કા માન કોઅહા કામાહાટી હાદલો હેય?”
તોવે માયે તારાત તોપાય માઅહે દોવાડયે, એને તુયે હારાં કોઅયા કા યેનો, આમી આમા બોદે ઈહીં પોરમેહેરા હામ્મે હેજે, કા જીં કાય પોરમેહેરે તુલ આખ્યાહા ચ્યાલ આખ.”
તોવે સૈન્યા ટોળા જોમાદારાય પાઉલાપાય યેયન ચ્યાલ દોઅઇ લેદો, એને બેન હાકાળેહે કોઇન બાંદા આગના દેયને પુછા લાગ્યો, “ઈ કું હેય, એને ચ્યે કાય કોઅયાહાં?”
તોવે પાઉલ ઈ જાઇન, કા કોલહાક સાદૂકી લોક એને કોલહાક પોરૂષી લોક હેય, મોઠયે સોબાયેમાય બોંબલીન આખ્યાં, “ઓ બાહાહાય, પોરૂષી એને પોરૂષીયાહા પોહો હેતાંવ, આંય કોશિશ કોઅય રિઅલો હેય કાહાકા માન આશા હેય કા પોરમેહેર મોઅલા માઅને પાછા લોકહાન જીવતા કોઅરી યા લીદે માયેવોય સજા ચાલહે.”
એને પોરમેહેરાથી આશા રાખહુ, કા જેહેકેન પોતે યા લોકબી રાખતાહા, કા ન્યાયી એને અન્યાય બેન્યાહાલ પોરમેહેર મોઅલા માઅને પાછો જીવતા ઉઠાડી.
પાઉલે આખ્યાં, “પોરમેહેરાલ મા પ્રાર્થના ઈ હેય કા કાય વોસામાય, કાય વોદારી માય, ખાલી તુંજ નાંય, બાકી જોલા લોક આજે મા વોનાતાહા, મા ઇચ્છા હેય કા તુમા બોદા મા હારકે ખ્રિસ્ત્યા બોનહા બાકી યોક કૈદ્યા રુપામાય નાંય.”
તીન દિહયાહા પાછે ચ્યાય યહૂદી આગેવાનાહાન હાદ્યા, એને જોવે ચ્યા યોકઠા જાયા તોવે ચ્યાહાન આખ્યાં, “ઓ મા બાહાહાય, માયે પોતાના લોકહા વડીલાહા વ્યવહારા વિરુદમાય કાયજ નાંય કોઅયાહાં, તેરુંબી કૈદી બોનાડીન યેરૂસાલેમ શેહેરમાઅને રોમી ઓદિકાર્યાહા આથામાય હોઅપી દેના.
યા લીદે, આંય પાઉલ ગેર યહૂદી લોકહામાય ઈસુ ખ્રિસ્તા હારી ખોબાર પ્રચાર કોઅના લીદે જેલેમાય કૈદ હેતાંવ.
યાહાટી આંય પ્રભુ ઈસુ સેવા કોઅના લીદે જેલેમાય કૈદ હેતાંવ, તુમહાન વિનાંતી કોઅહુ કા, પોરમેહેરાય તુમહાન જ્યેં રીતેકોય જીવન જીવાહાટી નિવડી લેદે, ચ્યે રીતેકોય જીવન જીવા.
કાહાકા આંય હારી ખોબારે લીદે કૈદમાય હેતાંવ, યાહાટી પ્રાર્થના કોઆ, જેહેકેન માન બોલા જોજે, તેહેકેન બિકવોગર હારી ખોબારે પ્રચાર કોઅય હોકુ.
કાહાકા કૈસરા રાજમેહેલા બોદા સીપાડા એને બિજા બોદા લોક જાંઆય ગીઅલા હેય કા આંય ખ્રિસ્તા હારી ખોબાર પ્રચાર કોઅના લીદે કૈદી હેય.
આંય પાઉલ, તુમહાન સલામ આખાહાટી યા પત્રામાય આંય મા આથાકોય લોખી રિઅલો હેય, એને યાદ કોઅજા કા આંય કૈદી હેતાંવ, એને માંહાટી પ્રાર્થના કોઅજા, એને તુમહેવોય પોરમેહેરા સદા મોયા ઓઅતી રોય. આમેન.
બાકી આમી આપહે તારણારો પ્રભુ ઈસુ ખ્રિસ્ત યેય ગીયહો એને ચ્યેય આપહાન ચ્યા મોયા દેખાડલી હેય, ચ્યેય મોતા શક્તિલ નાશ કોઅય દેના એને આપહાન દેખાડયાં કા હારી ખોબારેકોય અનંતજીવન દેનલા હેય.
આંય હારી ખોબાર પ્રચાર કોઅતાહાંવ યાહાટી ગુનેગારા હારકો જેલેમાય દુઃખ વેઠતાહાવ, બાકી કાદાબી પોરમેહેરા હારી ખોબાર ફેલાવાહાટી રોકી નાંય હોકે.
આંય ઉનેસિમુસાહાટી તુલ વિનાંતી કોઅહુ, જો મા પાહા હારકો હેય, જો મા આરે કૈદમાય મા આત્મિક પોહો બોની ગીઅલો હેય.
આંય ઈસુ ખ્રિસ્તા હારી ખોબારે લીદે કૈદમાય હેતાંવ તોવે, મા મોદાત કોઅરાહાટી તો જાગાવોય ચ્યાલ આંય મા આરે આનંદથી રાખી હોકતો.