2 એને તાં રોનારા લોકહાય આમેવોય બોજ મોઠી દયા દેખાડી; કાહાકા હિયાળો આતો એને વરહાદ ઓઅરા લાગ્યો યાહાટી ચ્યાહાય આગ હોલગાડી એને આમે બોદહા સ્વાગત કોઅયા.
જો કાદો યોક ગોલાસ પાઆઈ તુમહાન યાહાટી પાજી કા તુમા મા શિષ્ય આખાતાહા, આંય તુમહાન હાચ્ચાંજ આખતાહાવ કા પોરમેહેર નોક્કીજ ચ્યા માઅહાન ઇનામ દેઅરી.
ચાકાર એને રાખવાળ્યા હિયાળા લીદે કોળસે બાળીન ઉબા રોયન તાપાયા કોએત; એને પિત્તર બી ચ્યાહાઆરે ઉબો રોયન તાપાયા કોએ.
બીજે દિહી આમા સિદોન શેહેરામાય પોઅચી ગીયા એને, યુલિયુસાય પાઉલાવોય દોયા કોઅઈન ચ્ચાલ દોસ્તારાહાઈહી જાં દેના કા ચ્ચાહા જરુરી વસ્તુ લી યેય.
જોવે પાઉલ લાકડે યોકઠે કોઇન બાઆ લી યેયન આગ્યેવોય થોવ્યો, તોવે યોક જેરીવાળા હાપડાં હેકથી નિંગ્યા એને ચ્યા આથા આરે વેટળાય ગીયા.
જોવે તાં રોનારા લોકહાય હાપડાલ ચ્યા આથા આરે વેટળાલા દેખ્યા, તોવે આપસમાય આખ્યાં, “હાચુલ ઈ માઅહું ખૂની હેય, કા જો દોરિયાકોય બોચી ગીયો, તેરુ ન્યાયે જીવતા રા નાંય દેના.”
આંય બોદા ગાવહાં એને શેહેરામાઅને બોદી જાતી અભણ અથવા બણલા લોકહાન હારી ખોબાર આખાહાટી કર્જદાર હેતાંવ.
જીં માઅહું બોરહો કોઅનામાય નોબળાં હેય, ચ્યાલ સ્વીકાર કોઆ, બાકી ચ્યાઆરે બોલાબોલીથી ન્યાય નાંય કોઅના, કા ચ્યાય કાય કોઅરા જોજે એને કાય નાંય કોઅરા જોજે.
જીં માહાં ખાહે, તીં માહાં નાંય ખાનારાલ દોષ નાંય લાવે, એને માહાં નાંય ખાનારો, માહાં ખાનારાહાવોય દોષ નાંય લાવે, કાહાકા પોરમેહેર બેનહ્યાન સ્વીકાર કોઅહે.
એને જીં માઅહું શારીરિક રુપ થી વોગાર સુન્નત રિયા, જોવે તો મૂસા નિયમ પાલન કોએ, તોવે તી સુન્નત કોઅલા હેય, એને તોવોય મૂસા નિયમ હેય, તેરુંબી તું મૂસા નિયમ નાંય પાળે તે કાય તી માઅહું તુલ દોષી નાંય ઠોરવી?
બાકી જો આપા તી ભાષા નાંય હોમજી હોકજે, જીં બિજા લોક બોલતાહા, તે ઈ એહેકેન ઓઅરી જાણે ચ્યે આપહેહાટી પારકે હેય, એને આપા ચ્યાહાહાટી પારકે હેય.
માયે કોલહ્યોક રાતો ઉજાગરો રોયન કાડયો, માન ખાઅના નાંય મિળ્યાં, યાહાટી માયે બુખો-પિહો રોયન, હીયાળામાય એને વોછે ફાડકે આતેં તેરુંબી બોજ મેઅનાત કોઅયી એને બોજ બોદી મુશીબાતો વેઠાં પોડયો.
યા લીદે, નાંય તે યુનાની લોક, નાંય યહૂદી, નાંય સુન્નત કોઅલા, નાંય ગેર યહૂદી, નાંય જંગલી, નાંય પારદેશી, નાંય ગુલામ, નાંય દોણી, યાહા વોચમાય કાયજ ભેદભાવ નાંય હેય, કેવળ બોદાંજ ખ્રિસ્ત હેય એને તો બોદાહામાય હેય.
ગાવાર ચાકરી કોઅના વિહરાયાહા મા, કાહાકા યાથીજ કોલહાક જાઅહાય ઓજાણ્યામાય હોરગા દૂતહા ગાવાર ચાકરી કોઅયીહી.