12 પાછે સુરકુસાસ શેહેરામાય જાયને આમા તીન દિહીહુદુ રિયા.
સોર શેહેરામાઅને સુરુ કોઅલી મુસાફરી પુરી કોઇન આમા પતુલિમયિસ શેહેરામાય પોઅચ્યા એને વિસ્વાસ્યાહાન મિળીન ચ્ચાહા આરે યોક દિહી રિયા.
અદ્રમુત્તિયુમ શેહેરા યોક જાહાજાવોય જીં આસિયા વિસ્તારા મેરાવોર્યા જાગામાય જાં તિયાર આતા, બોહીન આમાહાય આમે મુસાફરી સુરુ કોઅઇ દેની, એને અરિસ્તર્ખુસ નાંવા જો મોકોદુનિયા વિસ્તારા થેસ્સાલોનિક શેહેરા રોનારો આતો આમે હાતે આતો.
તીન મોયના પાછે આમા આલેકસાંદ્રીયા યોક જાહાજ માય બોહીન નિંગ્યા, તી જાહાજ હિયાળા લીદે યા બેટવોય ઉબા રીઅલા આતા, ચ્યા જાહાજા આગલ્યા ભાગા વોય જુડવા દેવહા યોક ચિન્હ આતાં. યુનાની ભાષામાય જુડવા દેવહાન દિયુસકુરી આખલા જાય.
તાઅને આગલા આમા ફિરીન રેગિયુમ શેહેરામાય પોઅચ્યા; એને યોક દિહી પાછે દક્ષીણ માય હાવા ચાલ્યો, તોવે આમા બીજે દિહી પુત્યેલી શેહેરામાય પોઅચ્યા.