30 બાકી જાહાજ ચાલાડનારા જાહાજ વોઅને નાહા કોઅતા આતા, એને ચ્યાહાય જાહાજા હામ્મેથી લંગાર ટાકના બહાના કોઇન વાહની ઉડી દોરિયામાય ઉતાડી દેની;
કૌદા નાંવા યોક વાહના બેટા આલુડ પોઅચીન જાહાજા પાછાડી બાંદલા ઉડ્યા સુરક્ષિત કોઅનામાય સક્ષમ રિયા, બાકી એહેકેન કોઅના બોજ મુસ્કિલ આતાં.
જોવે ચૌવુદવી રાત ઓઅઇ, એને આમા આંદ્રિયા દોરિયામાય બટકી રીઅલા આતા, તોવે આરદ્યે રાતી પાહી જાહાજ ચાલાડનારાહાય જાંઅયા કા આમા યોકદા મેરા પાહી પોઅચી રીયહા.
તોવે દોગડા વાળી જાગામાય ઠોકાય જાય ચ્યા બિકથી ચ્યાહાય જાહાજા પાહલા ચાર લંગાર ટાક્યા, એને દિહી નિંગા વાટ જોવી રિયા.
તોવે પાઉલે સુબેદારાલ એને સૈનિકાહાલ આખ્યાં, જો યા જાહાજાવોય નાંય રોય, તે તુમાબી નાંય બોચી હોકહા.
તોવે સૈનિકાહાય દોરડે કાતરી ટાક્યેં એને વાહના ઉડ્યાંલ પાડી ટાક્યા.