28 ચ્યાહાય પાઆઈ માપા દોરી ટાકી તોવે ચ્યાહાન સત્રીસ મીટર ઉંડા પાઆઈ માલુમ પોડ્યા, એને વાહાય આગલા જાયને પાછા પાઆઈ માપા દોરી ટાકી તોવે સત્યાવીસ મીટર માલુમ પોડ્યા.
જોવે ચૌવુદવી રાત ઓઅઇ, એને આમા આંદ્રિયા દોરિયામાય બટકી રીઅલા આતા, તોવે આરદ્યે રાતી પાહી જાહાજ ચાલાડનારાહાય જાંઅયા કા આમા યોકદા મેરા પાહી પોઅચી રીયહા.
તોવે દોગડા વાળી જાગામાય ઠોકાય જાય ચ્યા બિકથી ચ્યાહાય જાહાજા પાહલા ચાર લંગાર ટાક્યા, એને દિહી નિંગા વાટ જોવી રિયા.