23 કાહાકા પોરમેહેર જ્યા આંય હેય, એને જ્યા ભક્તિ કોઅહુ, ચ્યા હોરગા દૂતાય ગીયી રાતી માપાય યેયન આખ્યાં.
જીં માઅહું મા સેવા કોઅહે તો મા શિષ્ય બોને, તોવે જાં આંય હેય, તાં મા સેવક બી ઓરી, જો કાદો મા સેવા કોએ, તો પોરમેહેર આબો ચ્ચા કદર કોઅરી.
ચ્યેજ સમયે પ્રભુ યોક હોરગા દૂતાય ચ્યાલ ઠોક્યાં, કાહાકા ચ્યે પોરમેહેરાલ મહિમા નાંય કોઅયી એને ચ્યા શરીરામાય કિડે પોડયેં એને તો મોઓઈ ગીયો.
તી પાઉલા એને આમહે પાહલા યેઇન બોંબલા લાગી, “યે માઅહે પરમપ્રધાન પોરમેહેરા દાસ હેય, જ્યા તુમાહાલ તારણા વાટ દેખાડતાહા.”
એને પ્રભુય રાતી દર્શન દેયને પાઉલાલ આખ્યાં, “બીયહે મા, બાકી જો આખતો રો એને ઠાવકો મા રોહે.
ચ્યે રાતી પ્રભુ ઈસુય પાઉલાલ જાગે યેયન ઉબા રોયન આખ્યાં, “ઓ પાઉલ, ઈંમાત રાખ, કાહાકા જેહેકેન તુયે યેરૂસાલેમ શેહેરમાય મા સાક્ષી દેની, તેહેકોયનુજ તુલ રોમમાય બી સાક્ષી દાં પોડી.”
બાકી રાતી પ્રભુ યોક હોરગા દૂતાય જેલે બાઅણા ઉગાડીન ચ્યાહાલ બાઆ લેય યેયન આખ્યાં.
પાછે પ્રભુ યોક હોરગા દૂતાય યેયન ફિલિપાલ આખ્યાં, “ઉઠ એને દક્ષીણ એછે ચ્યે વાટેવોય જો, જીં વાટ યેરૂસાલેમ શેહેરાઇહીને ગાજા શેહેરા એછે જાહે” ઈ રેઅટાવાળી વાટ હેય.
આંય પાઉલ ઈસુ ખ્રિસ્તા સેવક હેતાંવ, એને માન પ્રેષિત ઓરાહાટી પોરમેહેરાય પોસંદ કોઅલો હેય, એને પોરમેહેરાય ચ્યા હારી ખોબાર આખાહાટી માન નિવાડલો હેય.
પોરમેહેર જ્યા સેવા આંય પુરાં મોનાકોય ચ્યા પોહો ઈસુ ખ્રિસ્તા બારામાય હારી ખોબારે પ્રચાર કોઅતાહાંવ, તોજ મા સાક્ષી હેય કા આંય જોવે પ્રાર્થના કોઅતાહાંવ તોવે સાદા તુમહાન યાદ કોઅતાહાંવ.
બાકી આમી તુમા પાપા ગુલામીમાઅને છુટીન પોરમેહેરા ચાકાર બોનીન ચ્યા કામહાલ કોઅતેહે જ્યેં પવિત્રતા એછે લેય જાતહેં, જ્યા પ્રતિફળ અનંતજીવન હેય.
કાહાકા પોરમેહેરાય તુમહાન કિંમાત ચુકાડીન વેચાતે લેદલે હેય, યાહાટી તુમહે શરીરાકોય પોરમેહેરા મહિમા કોઆ.
આંય જોવેબી પોરમેહેરાલ પ્રાર્થના કોઅતાહાંવ, તોવે સાદા તુલ યાદ કોઅતાહાંવ એને તો નાંવ લેયને પોરમેહેરા આભાર માનતાહાવ, ઓ તોજ પોરમેહેર હેય જ્યા સેવા માયે એને મા કુળા વડીલાહાય ચોખ્ખાં હૃદયાકોય કોઅલી હેય.
પ્રભુ સેવાકાલ જગડો કોઅનારો નાંય રા જોજે, બાકી ચ્યાલ બોદહાઆરે નમ્ર સ્વભાવાકોય વ્યવહાર કોઅરા જોજે, એને પોરમેહેરા વચન હારેકોય હિકાડાંહાટી લાયકે ઓઅરા જોજે, એને વિરુદ કોઅનારા લોકહાઆરે સહન કોઅના રા જોજે.
બાકી પ્રભુય મા મોદાત કોઅયી એને માન બોજ ઈંમાત દેની, જેથી આંય ખ્રિસ્તા હારી ખોબાર બોદહાન પ્રચાર કોઉ, જેથી બોદા ગેર યહૂદી લોક વોનાય હોકે, એને ચ્યેય માન મોરણા માઅને બોચાવી લેદલો હેય.
ઈ પત્ર પાઉલ એહેરે હેય, આંય પોરમેહેરા સેવક એને ઈસુ ખ્રિસ્તા પ્રેષિત હેતાંવ, ઈ પત્ર આંય મા પાહા હારકો તીતુસાલ લોખી રિયહો, માન પોરમેહેરા નિવાડલા લોકહા બોરહો મજબુત કોઅરાહાટી એને ચ્યાહાન ઈસુ ખ્રિસ્તા હાચ્ચાં શિક્ષણ જાંઅરા મોદાત કોઅરા નિવાડલો હેય, જેથી ચ્યે પોરમેહેરાલ ખુશ કોઅનારા જીવન જીવે.
ઓ ઈસુ ખ્રિસ્ત આપહેહાટી મોઅઇ ગીયો, જેથી આપહાન બોદા પાપાહામાઅને તારણ કોઇ હોકે, એને શુદ કોઇન આપહાન ચ્યા ખાસ લોક બોનાડી લેય, જ્યેં હારેં કામે કોઅરાહાટી મોઠી ઇચ્છા રાખતેહેં.
તે હોરગા દૂત ઓઅના કાય ઉદેશ્ય હેય? હોરગા દૂત ચ્યા હેય જ્યા પોરમેહેરા સેવા કોઅતાહા, એને પોરમેહેર ચ્યાહાન ચ્યા લોકહા મોદાત કોરાહાટી દોવાડેહે, જ્યા તારણ મેળાવતાહા.
“આંય, ઈસુ, મા હોરગા દૂતાલ યાહાટી દોવાડયેલ કા તુમહે આગલા મંડળીહે બારામાય યે વાતહે પ્રચાર કોએ, આંય દાઉદ રાજા કુળા હેતાંવ, જો ચ્યા તારા હારકો હેતાંવ જો દિહી નિંગા પેલ્લા ચોમકેહે.”