13 જોવે દક્ષિણા વાય-વાય વારો ચાલા લાગ્યો, તોવે ચ્યાહાય વિચાર્યા કા ચ્ચા યોજનાયે પરમાણે ફીનિક્સ પોઅચી જાહું, યાહાટી ચ્યાહાય લંગાર ઇસી લેદો એને ક્રેતે બેટા મેરા દોરિયામાઅને ઓઇન આગલા વોદ્યા.
એને બોખરો યેતો દેખીન, તુમા આખતાહા, કા તીડકા લાગી ઉઠી, એને એહેકોય હાચ્ચાંજ બોનહે.
એટલે કાય યહૂદી, એને કાય ગેર યહૂદી જ્યાહાય યહૂદી ધર્મ માની લેદલો, ક્રેતે બેટવોય રોનારા લોક એને અરબી દેશાબી લોક હેતા, બાકી આપહે-આપહે ભાષામાય ચ્યાહાપાઅને પોરમેહેરા મોઠા-મોઠા ચમત્કારહા બારામાય બોલતા વોનાય રીઅલા હેય.”
સુંદર બંદર નાંવા યોક બંદરગાહ હિયાળો દિહી કાડનાહાટી સુરક્ષિત નાંય આતા, યાહાટી બોજ જાંઅહા વિચાર જાયો કા તાઅને આગલા નિંગી જાય જો કોઅહિબી રીતે ઓઅઇ હોકે તે ફીનિક્સ બંદરગામાય પોઅચીન હિયાળા દિહી કાડજે, ઓ તે ક્રેતે બેટા મેરાવોય યોક બંદરગો હેય, જ્યા દોરવાજો દક્ષીણ-પચ્છીમ એને ઉત્તર-પચ્છીમ એછે હેય.
જોવે ચ્યા બોજ દિહયા હુદુ બુખા રોય ચુક્યા, તે પાઉલે ચ્યાહા વોચ્ચે ઉબો રોયન આખ્યાં, “ઓ લોકહાય, જો ક્રેતે ઇહિને જાઅના મા સલાહા તુમા માની લેતા તે તુમા યા વિનાશ એને નુકસાન થી બોચી જાતા.
એને ચ્ચા મેરા-મેરાવોય કોઠાણ થી ચાલીન સુંદર બંદર નાંવા યોક જાગાવોય પોઅચ્યા, તાઅને લસયા શેહેર પાહી આતા.
ક્રેતે બેટા યોક માટડાય જ્યાલ ચ્યા ઓકલ્યેવાળો માનતાહા, “ક્રેતે બેટા યા હેય, જ્યેં માઅહે કાયામ જુઠા, જાડ્યેમાઅને જોનાવરહા હારકા હેતા એને આળહ્યા એને સાદા બોજ ખાઅના ખાતહા.”
માયે તુલ ક્રેતા બેટમાય યાહાટી રા દેનો, કા જીં કામ બાકી રોય ગીઅલા હેય, ચ્યાલ પુરાં કોઅય હોકે, એને મા આગના નુસાર ક્રેતે બેટા બોદા શેહેરાહા મંડળ્યેહેમાય વડીલાહા નિવડ કોઓ.