12 યે ધુંદ્યેમાય આંય મુખ્ય યાજકાહાથી ઓદિકાર એને આગના પત્ર લેયને દમસ્ક શેહેરામાય જાય રીયલો આતો.
એને મુખ્ય યાજક એને પોરૂષીયાહાય આગના કોઅલી આતી, જ્યા કાદાલ ખોબાર હેય કા ઈસુ કેછ હેય તો ચ્યાહાન આખે, કા ઈસુલ દોઅઇ હોકે.
એને માયે યેરૂસાલેમ શેહેરામાય એહકોયજ કોઅયા, એને મુખ્ય યાજકાહા પાઅને ઓદિકાર મેળવીન બોજ પવિત્ર લોકહાન જેલેમાય ટાક્યા, એને જોવે ચ્યાહાન માઆઇ ટાકાલા જાતા આતા, તેરુંબી ચ્ચાહા વિરુદમાય પોતાની પરવાનગી દેતો આતો.
તે ઓ રાજા, વાટયે માય બોપરી વેળે માયે આકાશામાઅને દિહયા ઉજવાડા કોઅતાબી વદારે યોક ઉજવાડો, પોતે એને પોતાના હાતે ચાલાનારાહા ચારીચોમખી ચોમકાતા દેખ્યા.
એને બોદહા સેલ્લે માન બી દેખાયો, જો માયે અચાનક આશા બી નાંય કોઅયેલ ખ્રિસ્તા પ્રેષિત બોની ગીયો.