22 તોવે અગ્રીપ્પાય ફેસ્તુસાલ આખ્યાં, “આંયબી ચ્યા માઅહા વોનાયા માગતહાવ. ચ્ચે આખ્યાં, તું હાકાળ વોનાય લેહે.”
તુમા માંહાટી સરકારા, એને રાજહા આગલા એને ગેર યહૂદી લોકહાવોય સાક્ષી બોનાહાટી ઉબા કોઅલા જાહા.
ઈ બોદા ઓઅતા લાગી ચ્યા પેલ્લા, તુમા મા શિષ્ય હેય યાહાટી ચ્યા તુમહાન દોઇન આબદામાય પાડતા લાગી, ચ્યા સોબાયે ઠિકાણે તુમહે વિરુદ કોઅરી, તુમહાન કોચર્યેમાય ટાકી, એને તુમહાન મા લીદે સરકારા, એને રાજહા આગલા ઉબા કોઅરી કા તુમહે ન્યાય કોએ. બાકી ચ્યા પરિણામ, તુમા ચ્યાહાન મા બારામાય હારી ખોબાર આખી હોકહા.
કોલહાક દિહી પાછે અગ્રીપ્પા રાજા એને ચ્ચા વાહની બોઅહી બિરનીકેય કૈસરીયા શેહેરામાય યેયન ફેસ્તુસાલ બેટ કોઅઇ.
બાકી પ્રભુ ઈસુય ચ્યાલ આખ્યાં, “તું જો; કાહાકા ઓ તે ગેર યહૂદી એને રાજહા, એને ઈસરાયેલહયા હામ્મે મા બારામાય પ્રચાર કોઅરાહાટી માયે ચ્યાલ મા સેવા કોઅરાહાટી નિવાડલો હેય.