2 તોવે મુખ્ય યાજકાહાય એને યહૂદી આગેવાન લોકહાય ચ્ચા હામ્મે પાઉલાવોય દોષ થોવ્યો.
પાચ દિહી પાછે હનાન્યા મહાયાજક એને કોલહાક આગેવાન એને તિરતુલ્લુસ નાંવ્યો કાદો વકીલાલ આરે લેઈને કૈસરીયા શેહેરમાય યેય પોઅચ્યા, ચ્યાહાય રાજ્યપાલા હામ્મે પાઉલાવોય દોષ લાવ્યો.
જોવે આંય યેરૂસાલેમ શેહેરામાય આતો, તે મુખ્ય યાજક એને યહૂદીયાહા આગેવાનાહાય ચ્યાવોય દોષ લાવ્યો એને વિચાર્યા, કા ચ્યાવોય ડોંડ કોઅના આગના દેનલી જાય.
ફેસ્તુસે આખ્યાં, “ઓ રાજા અગ્રીપ્પા, એને યે બોદે માઅહે જ્યેં ઈહીં આમહેહાતે હેતેં, તુમા યા માઅહાન એઆ, જ્યા બારામાય બોદા યહૂદીહાય યેરૂસાલેમ શેહેરામાય એને ઈહીંબી બોંબલી-બોંબલીન માન વિનાંતી કોઅઇ, કા યા જીવતા રોઅના યોગ્ય નાંય.
તીન દિહયાહા પાછે ચ્યાય યહૂદી આગેવાનાહાન હાદ્યા, એને જોવે ચ્યા યોકઠા જાયા તોવે ચ્યાહાન આખ્યાં, “ઓ મા બાહાહાય, માયે પોતાના લોકહા વડીલાહા વ્યવહારા વિરુદમાય કાયજ નાંય કોઅયાહાં, તેરુંબી કૈદી બોનાડીન યેરૂસાલેમ શેહેરમાઅને રોમી ઓદિકાર્યાહા આથામાય હોઅપી દેના.
એને ચ્યા ગેર યહૂદીયાહાલ ચ્યાહા તારણા બારામાય વાત કોઅરાહાટી આમહાન રોકતાહા. ચ્યા ચ્યાહા પાપ વોય પાપ જોડતા જાતહા, જાવ લોગુ પોરમેહેર ચ્યાહાન ડૉડ નાંય દેય, એને સેલ્લે નોક્કી પોરમેહેર ચ્યાહાન સજા દેનારો હેય.