7 બાકી સૈનિકા ટુકડયે સુબેદાર લુસીયાસે યેયન ચ્યાલ બળજબરીથી આમહે આથામાયને કાડી લેદા,
જોવે ચ્યા ચ્યાલ માઆઇ ટાકાં કોએત, તોવે સૈન્યા ટોળા સુબેદારાલ ખોબાર પોઅચી કા યેરૂસાલેમ શેહેરામાય બોજ બોદા લોકહામાય ગરબડ ઓઅઇ રોયહો.
જોવે તો નીહાણ્યેંવોય પોઅચ્યો, તોવે એહેકેન જાયા કા ગીરદી વોદારે ઓઅના લીદે સિપાડાહાન ચ્યાલ ઉસલી લેય જાં પોડ્યા.
જોવે બોજ જગડો જાયો, તે સૈન્યા-દલા સરદારાય યે બિકથી કા ચ્યા પાઉલા ટુકડા-ટુકડા નાંય કોઅઇ ટાકે, સૈન્યા-દલાલ આગના દેની કા ઉતી પોડીન સોબાયે સભાસદહા વોચ્ચેથી પાઉલાલ બળજબરીથી કાડા, એને કિલ્લામાય લેય યા.
સૈનિકાહા ટુકડી સુબેદારાય બેન જોમાદારાહાન હાદિન આખ્યાં, “બેન હોવ સીપાડા, હિત્તેર ગોડહા સવાર, એને બેન હોવ બોરછા વાળાહાન કૈસરીયા શેહેરામાય જાંહાટી તિયારી કોઅઇ રાખ, તુમા રાતી નવ વાગે નિંગજા.”
ચ્યાય દેવાળાલ અશુદ્ધ કોઅરા વિચાર્યા, એને તોવે આમહાય ચ્યાલ કૈદી બોનાવી લેદો, આમહાય ચ્યાલ આમહે મૂસા નિયમાહા પરમાણે ડોંડ દેનલો જાતો.
એને યાવોય દોષ લાવનારાહાલ તો હામ્મે યેઅના આગના દેની યે બોદયે વાતહે જ્યા બારામાય આમા ચ્યાવોય દોષ લાવતાહા, તું પોતેજ ચ્યાલ પારખીન જાઈ લેહે.”