17 બોજ વોરહા પાછે આંય મા ગરીબ લોકહાહાટી બેટ એને પોરમેહેરાલ બલિદાન ચોડવાહાટી યેરૂસાલેમ શેહેરામાય આંય યેનલો આતો.
પાઉલુસાય એફેસુસ શેહેરામાય નાંય ઉતના નક્કી કોઅયા કાહાકા તાં આસિયા વિસ્તારમાય એને બોજ સમય નાંય રાંહાટી માગે, જોવે ઓઅય હોકે, તે તાં પાસ્કા સણા દિહી યેરૂસાલેમ શેહેરામાય રોય.
યાહાટી તુમા જાગતા રા, એને યાદ રાખા કા માયે તીન વોરહે હુદુ રાત દિહી આહવેં પાડી-પાડીન, યોકા-યોકાલ ચેતાવણી દેતો રિયો.
બીજે દિહી પાઉલે ચ્યા માઅહા હાતે જાયને પોતાલ શુદ્ધ કોઅયો એને પાછે ચ્યા હાતે દેવાળામાય ગીયા કા તો તાં ઈ જાહીર કોએ કા ચ્યાહા શુદ્દીના દિહી કોવે પુરાં ઓઅરી, એને ચ્યાહામાઅને બોદહાહાટી બેટો ચોડાવલ્યો જાઅરી.
આમી, ફેલિક્સ ચ્ચે વાતહેબારામાય બિઅતો આતો, જ્યો પાઉલે આખલ્યો આત્યો, તેરુંબી તો ચ્ચાલ હાદતો આતો એને ચ્ચા હાતે વાતો કોઅતો આતો, કાહાકા તો વિચારતો આતો કા તો જેલેમાઅને બારે નિંગાહાટી ચ્યાલ કાય પોયહા દી ઈ આશા આતી.
કા આંય યહૂદા વિસ્તારા અવિસ્વાસી લોકહા યોજના થી બોચી રોઉં, એને જીં ઉગરાણી કોઅલા પોયહા હેય આંય યેરૂસાલેમ શેહેરામાય લેય જાય રિયહો, યાલ ચ્ચે સ્વીકાર કોઇન ખુશ ઓઅય જાય.
યાહાટી આમહાય તીતુસાલ વિનાંતી કોઅયી, કા જેહેકેન ચ્યાય પેલ્લી શુરવાત કોઅયેલ, તેહેકેનુજ તુમહે વોચમાય યા દાનાં કામાલ પુરાં બી કોએ.
તુમા આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા સદા મોયા જાંઅતાહા, કા તો માલદાર આતો તેરુંબી તુમહેહાટી ગોરીબ બોન્યો, યાહાટી કા ચ્યા ગોરીબ ઓઅવાથી તુમા માલદાર ઓઈ જાય.
કાહાકા યે સેવાયેથી નાંય કેવળ પવિત્ર લોકહા ગોરાજ પુરી ઓઅહે, બાકી બોજ લોક પોરમેહેરાલ ધન્યવાદ દાંહાટી પ્રેષિતબી રોતહા.
ચ્યાહાય આમહાન કેવળ ઓલહીજ વિનાંતી કોઅયી કા આમા યેરૂસાલેમ શેહેરામાઅને ગરીબ વિસ્વાસી લોકહાન મોદાત કોઅજે, એને એહેકેન કોઅના મા બી બોજ ઇચ્છા આતી.