10 જોવે રાજ્યપાલે પાઉલાલ બોલાહાટી ઈશારો કોઅયો તે ચ્યાય જાવાબ દેનો: “માયે ઈ જાઇન કા તું બોજ વોરહાથી યા દેશા લોકહા ન્યાય કોઅતોહો, એને યાહાટી આંય આનાંદથી મા જાવાબ દેતહાવ.
જોવે માઅહે તુમહાન ચ્યા સોબાયે ઠિકાણે એને આગેવાન એને ઓદિકાર્યાપાય દોયન લેય જાય, તોવે કાય જાવાબ દેઅના, કા કાય આખના, ચ્યા ચિંતા નાંય કોઅના.
બાકી ઈસુય ચ્યાલ આખ્યાં, “ઓ બાહા, માન કુંયે તુમહે ન્યાય કોઅરા કા મિલકાત વાટાં નિવડયોહો?”
યોક શેહેરામાય યોક ન્યાય કોઅનારો રા આતો, તો પોરમેહેરા દાક નાંય રાખે, એને કાદા માઅહા પારવા બી નાંય રાખતો આતો.
તોવે ચ્યાય ચ્યાહાન આથા કોઇન ઈશારો કોઇન ઠાવકાજ રા આખ્યાં, એને ચ્યાહાન આખ્યાં કા પ્રભુ કેહેકેન ચ્યાલ જેલેમાઅને છોડવી લેય યેનો, પાછી આખ્યાં, “યાકૂબ એને બિજા બાહહાન ઈ વાત આખી દેજા” તોવે નિંગીન બીજે જાગે જાતો રિયો.
તોવે પાઉલાય ઉબો રોઇન એને લોકહાન ઠાવકાજ રાંહાટી આથા કોઇન ઈશારો કોઇન આખ્યાં, ઓ ઈસરાયેલી લોકહાય, એને પોરમેહેરા બિક રાખનારા ગેર યહૂદી લોકહાય, વોનાયા.
બાકી જો ઈ બોલાબોલી શબ્દા, એને નાંવહા, એને તુમહે ઇહિને મૂસા નિયમાહા બારામાય હેય, તે તુમાંજ જાંઆ, કાહાકા આંય યે વાતહે ન્યાયી બોના નાંય માગુ.”
તોવે ગીરદ્યેમાઅને કોલહાક યહૂદી લોકહાય સિકાંદરાલ ગીરદ્યે હામ્મે ડેકલી દેના, ગીરદ્યેમાઅને આગલા વોદાડયો, એને સિકંદરાય લોકહાન ઠાવકા રાંહાટી આથા ઈશારો કોઅયો એને હોમજાડના કોશિશ કોઅયી કા કાય ઓઅઇ રીયલા આતા.
જોવે ચ્યાય આગના દેની, તોવે પાઉલે નીહાણ્યેંવોય ઉબો રોઇન લોકહાન ઠાવકા રાંહાટી આથા ઈશારો કોઅયો, જોવે ચ્ચા ઠાવકા રોય ગીયા, તોવે તો હિબ્રુ ભાષામાય બોલા લાગ્યો.
એને પાઉલુસા મુસાફર્યેહાટી ગોડા તિયારી રાખા કા ચ્ચાલ ફેલિક્સ રાજ્યપાલાપાય હારેં રીતે પોઅચાડી દેય.
અગ્રીપ્પાય પાઉલાલ આખ્યાં, “તુલ પોતાના બારામાય બોલના પરવાનગી હેય,” તોવે પાઉલે લોકહાન ઠાવકા રાંહાટી આથા ઈશારો કોઇન જોવાબ દાં લાગ્યો.
બાકી ખ્રિસ્તાલ પોતાના રુદયામાય પ્રભુ હોમજીન ચ્યા માન કોઆ, એને જો કાદો તુમહાન તુમહે આશાયે બારામાય કાય પુછે, તે ચ્યાલ જાવાબ દાંહાટી કાયામ તિયાર રોજા, બાકી નમ્રતા એને આદર હાતે.