29 તોવે માયે જાંઆય લેદા, કા ચ્ચા પોતાના યહૂદી નિયમાહા વાદ-વિવાદાહા બારામાય ચ્ચાવોય દોષ થોવતાહા, બાકી માઆઇ ટાકલાં જાઅના કા જેલેમાય ટાકના હારકા ચ્ચામાય કાય દોષ નાંય.
બાકી જો ઈ બોલાબોલી શબ્દા, એને નાંવહા, એને તુમહે ઇહિને મૂસા નિયમાહા બારામાય હેય, તે તુમાંજ જાંઆ, કાહાકા આંય યે વાતહે ન્યાયી બોના નાંય માગુ.”
જો ગુનેગાર હેતાંવ એને માઆઇ ટાકલાં જાય ઓહડા કાય કામ કોઅયાહાં, તે મોઅનાથી નાંય બિયું, બાકી જ્યેં વાતહે યા માયેવોય દોષ લાવતાહા, જો ચ્ચે માઅને કાદી વાત હાચ્ચી નાંય ઠોરે, તો કાદાલ ઓદિકાર નાંય કા ચ્ચા માન યહૂદી લોકહા આથામાય હોઅપે, મા વિનાંતી હેય કા મા ન્યાય પોતે કૈસરાથી કોઅલો જાં જોજે.”
બાકી માયે જાઈ લેદા કા ચ્ચે ઓહડા કાય નાંય કોઅયાહાં કા માઆઇ ટાકલો જાય, એને જોવેકા ચ્ચે પોતેજ કૈસરાલ વિનાંતી કોઅયી, તે માયે ચ્ચાલ રોમ શેહેરામાય દોવાડાહાટી નોક્કી કોઅયા.
જોવે ચ્યા બારે જાય રીઅલા આતા, ચ્યા યોકબિજાલ આખા લાગ્યા, “યા માઅહાય મોરણા સજા કા જેલેમાય ટાકના લાયક્યે કાય ગુનો નાંય કોઅયોહો.”
ચ્યાહાય માન પારખીન છોડી દેઅના વિચાર્યા, કાહાકા માંયેમાય મોઅના હારકા કાય દોષ નાંય આતો.