27 યા માઅહાલ યહૂદીયાહાય દોઇન માઆઇ ટાકાં વિચાર્યા, બાકી માયે જાંઅયા કા તો રોમી હેય, તો સૈનિકાહા ટુકડી લેય યેયન સોડાવી લેય યેનો.
જોવે બોજ જગડો જાયો, તે સૈન્યા-દલા સરદારાય યે બિકથી કા ચ્યા પાઉલા ટુકડા-ટુકડા નાંય કોઅઇ ટાકે, સૈન્યા-દલાલ આગના દેની કા ઉતી પોડીન સોબાયે સભાસદહા વોચ્ચેથી પાઉલાલ બળજબરીથી કાડા, એને કિલ્લામાય લેય યા.
ચ્યાય દેવાળાલ અશુદ્ધ કોઅરા વિચાર્યા, એને તોવે આમહાય ચ્યાલ કૈદી બોનાવી લેદો, આમહાય ચ્યાલ આમહે મૂસા નિયમાહા પરમાણે ડોંડ દેનલો જાતો.