28 ઈ વોનાયને સૈન્ય-દલા સરદારે આખ્યાં, “માયે રોમી ઓઅના પદ બોજ પોયહા દેયને મેળવ્યાહાં,” પાઉલે આખ્યાં, “આંય તે જન્માથીજ રોમી હેતાંવ.”
તોવે સૈન્ય-દલા સરદારાય ચ્યાપાય યેયન આખ્યાં, “માન આખ, કાય તું રોમી હેતો?” પાઉલે આખ્યાં, “હાં.”
તોવે જ્યા લોક ચ્યાલ પારાખનારે આતેં, ચ્યે તારાત ચ્યાપાઅને ઓટી ગીયે, એને સૈન્ય-દલા સરદારબી ઈ જાઇન કા ઓ રોમી હેય, એને ચ્યે ચ્યાલ બાંદ્યોહો, બિઇ ગીયો.
પેલ્લા તુમા ખ્રિસ્તાલ નાંય જાઅતા આતા, એને ઈસરાયેલ, જ્યા પોરમેહેરા નિવડી લેદલા લોકહા હારકા તુમા સામીલ નાંય કોઅલા ગીઅલા, તુમા પોરમેહેરા લોકહાઆરે કોઅલા વાયદામાય સામીલ નાંય આતા, તુમહેપાય કાયજ આશા નાંય આતી, એને દુનિયામાય તુમા પોરમેહેરા વોગર રોતા આતા.
યાહાટી તુમા ગેર યહૂદી આમી પારદેશી એને મુસાફરી નાંય રિયા, બાકી પવિત્ર લોકહાઆરે સભ્ય બોની ગીઅલા હેય, એને તુમા પોરમેહેરા કુટુંબા બોની ગીઅલા હેય.