26 જોમાદારાય ઈ વોનાયને સૈન્ય-દલા સરદારાપાય પાહાય જાયને આખ્યાં, “તું ઈ કાય કોઅતોહો? ઓ તે રોમી માઅહું હેય.”
તોવે સીપાડા એને જોમાદાર એને યહૂદી આગેવાનહા દેવાળા રાખવાળ્યાહાય ઈસુવાલ દોઇન બાંદ્યો.
જોવે ચ્યાહાય ચ્યાલ ચાંબડા પોટાથી બાંદ્યો તોવે પાઉલે ચ્યા જોમાદારાલ જો ચ્યાપાય ઉબો રોઅલો આતો આખ્યાં, “કાય ઈ યોગ્ય હેય, કા તુમા યોક રોમી માઅહાલ, એને તી બી વોગાર દોષી ઠોરવ્યાથી, ચાપકા ઠોકાં?”
તોવે સૈન્ય-દલા સરદારાય ચ્યાપાય યેયન આખ્યાં, “માન આખ, કાય તું રોમી હેતો?” પાઉલે આખ્યાં, “હાં.”
તોવે જ્યા લોક ચ્યાલ પારાખનારે આતેં, ચ્યે તારાત ચ્યાપાઅને ઓટી ગીયે, એને સૈન્ય-દલા સરદારબી ઈ જાઇન કા ઓ રોમી હેય, એને ચ્યે ચ્યાલ બાંદ્યોહો, બિઇ ગીયો.
યા માઅહાલ યહૂદીયાહાય દોઇન માઆઇ ટાકાં વિચાર્યા, બાકી માયે જાંઅયા કા તો રોમી હેય, તો સૈનિકાહા ટુકડી લેય યેયન સોડાવી લેય યેનો.