7 સોર શેહેરામાઅને સુરુ કોઅલી મુસાફરી પુરી કોઇન આમા પતુલિમયિસ શેહેરામાય પોઅચ્યા એને વિસ્વાસ્યાહાન મિળીન ચ્ચાહા આરે યોક દિહી રિયા.
એને તુમા તુમહે બાહાહાલુજ સલામ કોઅતાહા, તે કોઅહા મોઠા કામ કોઅતાહા? કાહાકા ગેર યહૂદી બી, જ્યા પોરમેહેરા નિયમા પાલન નાંય કોએ, ચ્યા એહેકેનુજ કોઅતાહા.
એને ચ્યાજ દિહીહયામાય જોવે લગભગ યોક હોવને વિહી વિસ્વાસી યોખઠા આતા, તોવે પિત્તર ચ્યાહા વોચમાય ઉબો રોયન આખા લાગ્યો.
હેરોદ રાજા સોર એને સિદોન શેહેરા લોકહાઉપે બોજ ખિજવાઈ ગીયેલ, ચ્યાહાટી ચ્યાલ મિળાહાટી ચ્યા યેના, એને બલાસ્તુસ જો રાજા યોક કર્મચારી આતો, ચ્યાલ મોનાવીન હોમજાં કોશિશ કોઅયી, કાહાકા રાજા દેશામાઅને ચ્યાહા દેશાહાન અનાજ મિળતા આતા.
એને કૈસરીયા શેહેરામાય ઉતીન (યેરૂસાલેમ શેહેરામાય) ગીયો એને ચ્ચે મંડળીલ મિળીન અન્તાકિયા શેહેરામાય યેનો.
જોવે આમા તાં બોજ દિહી રોય ચુક્યા, તાં અગાબુસ નાંવા યોક ભવિષ્યવક્તા યહૂદીયા વિસ્તારામાઅને યેનો.
જોવે આમા યેરૂસાલેમ શેહેરામાય પોઅચ્યા, તોવે વિસ્વાસ્યાહાય બોજ આનંદાકોય આમહે સ્વાગત કોઅયા.
તોવે પાઉલે ચ્યાહાન સલામ કોઇન, જ્યેં-જ્યેં કામે પોરમેહેરાય ચ્યા સેવાયેથી ગેર યહૂદીયાહામાય કોઅલે આતેં, યોક-યોક કોઇન બોદા આખ્યાં.
આમહાન ડાબે એછે સાઇપ્રસ બેટ દેખાયાં, આમા ચ્ચાલ છોડીન સિરીયા વિસ્તારા એછે આગલા જાતા ગીયા એને સુર શેહેરામાય જાય પોઅચ્યા, કાહાકા તાં જાહાજામાઅને સામાન ઉતાડના આતા.
કોલહાક દિહી પાછે અગ્રીપ્પા રાજા એને ચ્ચા વાહની બોઅહી બિરનીકેય કૈસરીયા શેહેરામાય યેયન ફેસ્તુસાલ બેટ કોઅઇ.
પાછે સુરકુસાસ શેહેરામાય જાયને આમા તીન દિહીહુદુ રિયા.
તુમહે બોદા વડીલાહાન, એને બોદા પવિત્ર લોકહાન મા સલામ આખના, ઇટલી દેશામાઅને બોરહો કોઅનારે બાહા બોઅહી બોદા તુમહાન સલામ આખતેહે.