6 તોવે યોક-બિજા આરે રજા લેયને, આમા તે જાહાજેમાય ચોડયા, એને ચ્ચે પોત-પોતા ગોઓ ફિરી ગીયે.
“તોવે તો તી દેશ છોડીન ચ્યા આબહા ઈહીં જાંહાટી ચાલ પોડયો, તો આજુ દુરુજ આતો, તાઆવ ચ્યા આબહાલ ચ્યાલ દેખીન દોયા યેની, એને પોહા એછે દાહુદી ગીયો એને ચ્યાલ જાયન ગોળે મિળ્યો, એને ચ્યાલ બોજ ચૂમ્યો.
તો પોતાના લોકહામાય યેનો, બાકી પોતાના લોકહાય ચ્યા સ્વીકાર નાંય કોઅયો.
એઆ, આમી તો સમય યી રિયહો, બાકી યેય ગીયો, ચ્યે સમયે તુમા વેરગાઈ જાહા જ્યાહા-ચ્યાહા વાટે લાગહા, એને માન યોખલો છોડી દાહા, તેરુંબી આંય યોખલો નાંય હેતાઉ, કાહાકા આબહો મા આરે હેય.
તોવે ચ્યા શિષ્યાલ આખ્યાં “એએ, ઈ તો આયોહો હેય” એને ચ્યેજ સમયથી તો શિષ્ય, મરિયમેલ ચ્યા કુટુંબમાય લેય ગીયો.
તોવે બોદે જાંએ જ્યાહા ચ્યાહા ગોઓ જાતે રિયે.
તેરુંબી મા મોનાલ શાંતી નાંય મિળી, કાહાકા માયે મા આર્યો વિસ્વાસી બાહા તીતુસાલ તુમહેપાઅને હારી ખોબાર લેય યેતો માન નાંય મિળ્યો, યાહાટી ત્રોઆસ શેહેરા વિસ્વાસ્યાહાથી છુટો પોડીન આંય તીતુસાલ હોદાહાટી મોકોદુનિયા વિસ્તારામાય પાછો યેનો.