7 આઠવાડ્યા પેલ્લે દિહી જોવે આમા પ્રભુ ભોજહાટી બેગા જાયલા, તોવે પાઉલ ચ્યાહાઆરે વાતો કોઅરા લાગ્યો જો બીજે દિહી જાતો રોનારો આતો, ચ્યાહા હાતે વાતો કોઅયો, એને આરદી રાતહુદુ સંદેશ દેતો રિયો.
રવિવારા ઉજાળાં ઓઅતાંજ ઈસુ મોઅલા માઅને જીવી ઉઠયો પાછે, બોદહા પેલ્લા જ્યેં બાયેલ દેખાયો, તી મગદલા ગાવામાય રોનારી મરિયમ આતી, જયેમાઅને ઈસુય હાંત બુતડે કાડલે.
એને ચ્યે બાખે લેદી, એને આભાર માનીન મૂડી, એને શિષ્યહાન એહેકોય આખીન દેની, કા ઈ મા શરીર હેય, જીં તુમહેહાટી દેવાયી, મા યાદ હાટી ઈ કોઆ.
તોવે ચ્યા બેની જાઅહાય વાટ્યેમાય ચાલતે સમાયે ઈસુઆરે કોઅલ્યો વાતો ચ્યાહાન આખી દેન્યો, એને ઇબી કા ચ્યાહાય બાખે ખાતી સમાયે કેહેકે વોળખ્યો.
રવિવારે બોજ કોવાળ્યાં આજુ આંદારાં આતા તોવે મરિયમ જીં મગદલા નાંવા શેહેરામાઅને આતી, કોબારે એછે ગીયી, તોવે દેખ્યાકા કોબારે મુયાઇહીને દોગાડ પેલ્લોજ હોરકાવલો હેય.
ચ્યાજ રવિવારે વોખાતે બોદા શિષ્ય બેગા જાયા, એને ચ્યાહાન યહૂદી આગેવાનહા દાક આતી, યાહાટી ચ્યાહાય બાઅણા બંદ કોઇ લેદલા આતા, તોવે ઈસુ માજે યેનો એને વોચમાય ઉબો રોયન આખ્યાં, “તુમહાન શાંતી મીળે.”
યોક આઠવડયા પાછે ચ્યા શિષ્ય પાછા ગોઅમે આતા, એને થોમા ચ્યાહાઆરે આતો, એને બાઅણા બંદ આતા, તોવે ઈસુય યેયન એને વોચમાય ઉબા રોયન આખ્યાં, “તુમહાન શાંતી મીળે.”
ચ્યા ઈ દર્શન દેખીન આમહાય તારાતુજ મોકોદુનિયા વિસ્તારામાય જાઅના વિચાર્યા, ઈ હોમજીન કા પોરમેહેરાય આમહાન ચ્યાહાન હારી ખોબારે સંદેશ દાંહાટી હાદ્યાહા.
એને ચ્યે પ્રેષિતાહા પાયને હિકના, ચ્યાહાઆરે મિળીન રોઅના એને ચ્યે પ્રભુભોજમાય ભાગી ઓઅતે આતેં એને પ્રાર્થના કોઅરા દૃડતાથી લાગી રિયે.
એને ચ્યે દિનેરોજ યોક મોનાકોય દેવાળામાય બેગે ઓએત એને ગોઅહે-ગોઅહે પ્રભુભોજમાય ભાગી ઓએ એને ઉદાર મોનાકોય આનંદાકોય ચ્યે ઈળી-મિળીન ખાઅના ખાતે આતેં.
એને પાઉલ પાછો ઉચે ગીયો એને ચ્યાહાય પાછો પ્રભુભોજ લેદો, એને પ્રભુભોજ લેદા પાછે ચ્ચા દિહી નિંગ્યા લોગુ વાતો કોઅતા રિયા, ચ્ચા પાછે પાઉલ તાઅને જાતો રિયો.
યાહાટી તુમા જાગતા રા, એને યાદ રાખા કા માયે તીન વોરહે હુદુ રાત દિહી આહવેં પાડી-પાડીન, યોકા-યોકાલ ચેતાવણી દેતો રિયો.
એને યા હાંગાત્યા આમહે થી આગલા જાતા રિયા એને ત્રોઆસ શેહેરામાય પોઅચીન આમહે વાટ જોવતા રિયા.
એને યુતુખુસ નાંવા યોક જુવાન બાર્યેવોય બોઠલો આતો, એને જોવે પાઉલ મોડેહુદુ સંદેશ દેતો રિયો તે તો નિંદેલીદે ડોલવાથી તીજા માળા ઉપને ટુટી પોડયો, એને મોઅઇ ગીયો.
તોવે પાઉલાહાટી ચ્યાહાય યોક દિહી ઠોરવ્યો, એને બોજ બોદા લોક ચ્યા તાં યોકઠા ઓઅયા, એને તો પોરમેહેરા રાજ્યા સાક્ષી દેતા, એને મૂસા નિયમશાસ્ત્ર એને ભવિષ્યવક્તાહા ચોપડયેહે માઅને ઈસુ બારામાય હોમજાડી-હોમજાડીન હાકાળેહેથી વોખાતાહાલોગુ વર્ણન કોઅતો રિયો.
જોવે આપા પ્રભુભોજમાય વાપર કોઅલા વાટકામાઅને દારાખા રોહો પિતહેં, જ્યાહાટી પોરમેહેરા ધન્યવાદ કોઅતેહે, તે આપા આસલીમાય ખ્રિસ્તા લોયામાય ભાગીદાર ઓઅતેહે, એને જોવે આપા બાખે તોડતેહે એને ખાતહેં, તે આસલીમાય ખ્રિસ્તા શરીરા ભાગીદાર ઓઅતેહે.
બાકી આંય પોરમેહેરા સદા મોયા લીદે પ્રેષિત હેતાંવ, એને ચ્યાય જીં સદા મોયા માયેવોય કોઅયી, તી નોકામી નાંય ઠોરી, કાહાકા માયે બિજા બોદા પ્રેષિતાહા કોઅતા વોદારી મેઅનાત કોઅલી હેય તેરુંબી માયે નાંય બાકી પોરમેહેરા સદા મોયા માયેવોય આતી યાહાટી જાયા.
દર રવિવારે તુમહેમાઅને દરેક વિસ્વાસી માઅહું પોતે કામાણી નુસાર પોયહા દાન કોએ, જેથી આંય યાંવ તોવે પોયહા બેગા નાંય કોઅરા પોડે.
તું પોરમેહેરા વચના પ્રચાર કોઓ, હારી પરિસ્થીતીમાયબી, એને ખારાબ પરિસ્થીતીમાયબી તિયાર રો, પુરી સહનશીલતા કોય લોકહાય કાય બુલ કોઅયીહી તી દેખાડ, એને ચ્યાહાન ચ્યાહા પાપ કોઅના લીદે દોમકાડ, બાકી ચ્યાહાન પ્રોસ્તાહિત કોઓ.
માન રવિવારા દિહે, જો પ્રભુ દિહી હેય પવિત્ર આત્માય કોબજામાય લેય લેદો, એને આંય મા પાહાલારે કાદાલતેરુ બોલતા વોનાયો જો તુતારી વાજે ઓહડો મોઠો આવાજામાય સાફ રીતે બોલી રિઅલો આતો.