37 તોવે ચ્ચા બોદા બોજ રોડતા લાગ્યા એને પાઉલાલ ગોળે લાવીન ચ્યાલ ગુળા દાં લાગ્યા.
“તોવે તો તી દેશ છોડીન ચ્યા આબહા ઈહીં જાંહાટી ચાલ પોડયો, તો આજુ દુરુજ આતો, તાઆવ ચ્યા આબહાલ ચ્યાલ દેખીન દોયા યેની, એને પોહા એછે દાહુદી ગીયો એને ચ્યાલ જાયન ગોળે મિળ્યો, એને ચ્યાલ બોજ ચૂમ્યો.
યોકબીજાઆરે ગોળે મિળીન સલામ. કોઆ, તુમહાન ખ્રિસ્તા બોદી મંડળી એહેરે સલામ.
ઇહિને બોદા વિસ્વાસી લોક તુમહાન સલામ આખતાહા, તુમા યોક બિજા આરે ગોળે મિળીન સલામ કોઆ.
યોકબિજાલ પવિત્ર ગુળા દેયને સલામ કોઅયા.
બોદા વિસ્વાસી બાહહાન પવિત્ર સલામ કોઆ.
જોવે આંય તુલ છોડીન ગીયો તોવે તું કોલહો રોડાં આતો, ઈ જોવે આંય યાદ કોઅતાહાંવ તોવે આંય તુલ મિળાહાટી બોજ ઇચ્છા કોઅતાહાંવ, જેથી આંય ખુશ ઓઅય જાવ.
પોરમેહેર ચ્યાહા ડોળામાઅને બોદે આહાવે નુસી ટાકી, એને મોત પાછે નાંય ઉસબી, નાંય દુઃખ, નાંય રોડના, નાંય કાયબી પીડા રોઅરી, કાહાકા જુના દુનિયા બોદ્યો વસ્તુ પારવાય ગીયહો.”
કાહાકા ગેટા જીં રાજગાદી વોચમાય હેય, ચ્યાહા રાખવાળી કોઅરી, જેહેકેન યોક મેંડવાળ્યો ચ્યા ગેટાહા રાખવાળી કોઅહે, તો ચ્યાહાન તાજા પાઆય પીયાંહાટી લી જાયા કોઅરી, જીં લોકહાન જીવન દેહે, એને પોરમેહેર ચ્યાહા ડોળાહા બોદે આહવેં નુસી ટાકી.”