27 કાહાકા માયે તુમહાન તી બોદાંજ આખ્યાહા જીં પોરમેહેરા ઇચ્છા હેય કા તુમા જાંએ, માયે કાયજ નાંય દોબાડયાહા.
એને ચ્યાહાન બોદ્યો વાતો જ્યો માયે તુમાહાલ આગના દેનહી, ચ્યો માનના હીકાડા: એને યાદ રાખા, આંય દુનિયા છેલ્લે લોગુ તુમહેઆરે હેય.
બાકી પોરૂષી લોક એને મૂસા નિયમ હિકાડનારા ગુરુહુય યોહાના પાયને બાપતિસ્મા નાંય લેદા, એને પોરમેહેરા ઇચ્છાલ, ગોણત્રી નાંય કોઅઇ.
આમીને તુમહાન ચાકાર નાંય આખું, કાહાકા ચાકાર નાંય જાંએ, કા માલિક કાય કોઅહે, બાકી તુમહાન માયે દોસ્તાર આખ્યાં, કાહાકા માયે જ્યો વાતો આબહા પાઅને વોનાયો, ચ્યો બોદ્યો તુમહાન આખી દેન્યો.
યાહાટી દાઉદ રાજા તે પોરમેહેરા મોરજી પરમાણે ચ્યા સોમાયામાય સેવા કોઇન મોઅઇ ગીયો, એને ચ્યા આગલ્યા ડાયહા આરે દાટાયો.
પોરમેહેરાકોય ઠરાવલી યોજના એને પેલ્લા જ્ઞાનાનુસાર, તો તુમહે આથામાય હોપાય ગીયો, તુમહાય ચ્યાલ ખારાબ માઅહા મોદાત લેયને ખીલા ઠોકીન હુળીખાંબાવોય ચોડવીન માઆઇ ટાક્યો.
એને જ્યો-જ્યો વાતો તુમહે ફાયદા આત્યો, ચ્યેહેન આખા એને લોકહા હામ્મે એને ગોઅહે-ગોઅહે હિકાડાંહાટી કોવેજ નાંય બિઅયો.
માયે તુમહાન બોદાંજ કોઅય દેખાડયાં, કા યે રીતે મેહનાત કોઅના નોબળાહાન સાંબાળના, એને પ્રભુ ઈસુ વચનાહાલ યાદ રાખના જરુરી હેય, કા ચ્ચેય પોતેજ આખલા હેય, ‘લેયના કોઅતા દેયના ધન્ય હેય’.”
જીં શિક્ષણ માન પ્રભુ પાઅને મિળ્યાં, તીંજ શિક્ષણ માયે તુમહાન દેના, કા પ્રભુ ઈસુ જીં રાતી દોઆય ગીયો ચ્ચે રાતી ચ્ચાય બાખે લેદી.
બાકી આમહાય લાજવાના એને દોબલા કામહાલ છોડી દેનહા, એને નાંય તે આમહે સ્વભાવામાય કોય જાત્યે ચાલાકી હેય એને નાંય આમા પોરમેહેરા વચનાલ મિલાવટ કોઇન પ્રચાર કોઅજે. બાકી આમા પોરમેહેરા હામ્મે કેવળ હાચ્ચાઇ દેખાડજેહે એને હર કાદો સાક્ષી દેય હોકહે કા ઈ હાચ્ચાં હેય.
તે આમી માયે તુમહાન હાચ્ચી વાત આખી યાહાટી આંય તુમહે દુશ્માન બોની ગીયો કા?
કાહાકા આપા ઈસુ ખ્રિસ્તાઆરે એકતામાય હેય, આપહાન પોરમેહેરા પાયને વારસો મિળી, કાહાકા પોરમેહેરાય આપહાન પેલ્લાજ નિવાડલા આતા, એને પોરમેહેર ચ્યા યોજના ઇસાબે બોદા કામ કોઅહે.
પોરમેહેરાય આમહાન બોરહાવાળા હોમજીન હારી ખોબાર આખના કામ હોઅપ્યા, યાહાટી આમા માઅહાન નાંય બાકી આમહે મન પારખનારો પોરમેહેરાલ ખુશ કોઅરાહાટી હિકાડજેહે.