45 એને ચ્યે ચ્યાહા મિલકાત એને કાયબી સામાન વેચિન જ્યાહાલ જીં ગોરાજ પોડતી આતી ચ્યાહાન વાટી દેતા આતા.
ઈસુવાય ચ્યાએછે પ્રેમથી એઅયા એને ચ્યાલ આખ્યાં, “આજુ યોક વાત હેય જીં તુલ કોઅના જરુરી હેય, જો, જીં કાય તો હેય તીં બોદા વેચિન ગોર-ગોરીબાહાન દેય દે, જોવે એહેકેન કોઅહે, તોવે તોપાય હોરગામાય મિલકાત રોઅરી એને યેયન મા શિષ્ય બોની જો.”
એને આંય તુમહાન આખહુ કા દુનિયાદારી રીતે કામાવલા મિલકાતેકોય તુમહેહાટી દોસ્તાર બોનાવી લા તે જોવે મિલકાત નાંય રોય, તે ચ્યા તુમહાન હોરગામાય આવકાર કોઅરી જા તુમા સાદામાટે જીવતા રોહા.
ઈ વોનાયને ઈસુય ચ્યાલ આખ્યાં, “આજુ યોક વાત હેય જીં તુલ કોઅના જરુરી હેય, જો, જીં કાય તો હેય તીં બોદા વેચિન ગોર-ગોરીબાહાન દેય દે, જો એહેકોય કોઅહે, તે તોપાય હોરગામાય મિલકાત રોઅરી એને યેયન મા શિષ્ય બોની જો.”
જોવે ચ્યા ખાં બોઠલા આતા તોવે જાખી ઉબા રોઇન પ્રભુ ઈસુવાલ આખ્યાં, “ઓ પ્રભુ, એએ, મા આરદી મિલકાત ગોરગોરીબાહાલ દેય દાહું, એને માયે કાદા પાયને બી ખોટયેરીતે કર લેદા ઓરીતે ચ્યાલ ચાર ગોણા પાછો દિહી.”
તોવે અન્તાકિયા વિસ્વાસ્યાહાય એહેકેન નોક્કી કોઅયા બોદા જાંઆ જ્યા-ચ્યાહા કામાણી નુસાર યહૂદીયા વિસ્તારમાય રોનારા વિસ્વાસ્યાહાલ મોદાત કોઅરાહાટી પોયહા દોવાડે.
એને ચ્યાહામાય કાદોજ ગરીબ નાંય આતો, કાહાકા જ્યાહાવોય જાગો એને ગોએ આતેં, ચ્યે ચ્યાહાન વેચી-વેચિન, વેચલી વસ્તુ પોયહા લેય યેત, એને પ્રેષિતાહાલ દેત.
એને જેહેકેન જ્યાલ ગોરાજ પોડે, ચ્યાનુસાર પ્રેષિત બોદહાન વાટી દિયા કોઅતે આતેં.
આમી યેરૂસાલેમમાય વિસ્વાસ્યાહાન પોયહા દેઅના સેવાયે બારામાય, માન તુમહાન લોખના કાય જરૂરત નાંય હેય.
જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “પોરમેહેરાય જરુરી વાળહાન ઉદારતાથી દેનહા, ચ્યા ન્યાયપણા કાયામ બોની રોહે.”
જ્યા કાદાવોય દુનિયા માલ-મિલકાત હેય, એને તો આપહે પોતે બાહા ગોરાજ એઇન ચ્ચાવોય દોયા નાંય કોએ, તે ચ્ચામાય પોરમેહેરા પ્રેમ કેહેકેન બોની હોકહે?