42 એને ચ્યે પ્રેષિતાહા પાયને હિકના, ચ્યાહાઆરે મિળીન રોઅના એને ચ્યે પ્રભુભોજમાય ભાગી ઓઅતે આતેં એને પ્રાર્થના કોઅરા દૃડતાથી લાગી રિયે.
જોવે ઈસુ ચ્યાહાઆરે ખાઅના ખાં બોઠો, તોવે ચ્યે બાખે લેઈને આભાર માનીન બાખે મુડીન ચ્યાહાન દાં લાગ્યો.
તોવે ચ્યા બેની જાઅહાય વાટ્યેમાય ચાલતે સમાયે ઈસુઆરે કોઅલ્યો વાતો ચ્યાહાન આખી દેન્યો, એને ઇબી કા ચ્યાહાય બાખે ખાતી સમાયે કેહેકે વોળખ્યો.
ચ્યા બોદા એને તાં ચ્યાહાઆરે કોલ્યોહોક બીજ્યોબી થેઅયો આત્યો જ્યેહેય ઈસુલ મોદાત કોઅલી આતી એને ઈસુવા આયહો મરિયમ એને ચ્યે બાહાહા આરે યોકચીત્ત ઓઇન પ્રાર્થનામાય લાગી રોત.
તો તાં પોઅચીન, એને પોરમેહેરા સદા મોયા એઇન ખુશ જાયો, એને બોદહાન આખ્યાં કા તનમન લાવીન પ્રભુમાંય બોની રા.
એને બોદા શેહેરાહામાય શિષ્યહા મન સ્થિર કોઅતા રિયા, એને ઈ હિકાડતા આતા કા બોરાહામાંય બોની રા, એને ઈ આખતા આતા, આપહાન મોઠા દુ:ખ ઉચકીન પોરમેહેરા રાજ્યામાય પ્રવેશ કોઅરા પોડી.
એને ચ્યે દિનેરોજ યોક મોનાકોય દેવાળામાય બેગે ઓએત એને ગોઅહે-ગોઅહે પ્રભુભોજમાય ભાગી ઓએ એને ઉદાર મોનાકોય આનંદાકોય ચ્યે ઈળી-મિળીન ખાઅના ખાતે આતેં.
એને પાઉલ પાછો ઉચે ગીયો એને ચ્યાહાય પાછો પ્રભુભોજ લેદો, એને પ્રભુભોજ લેદા પાછે ચ્ચા દિહી નિંગ્યા લોગુ વાતો કોઅતા રિયા, ચ્ચા પાછે પાઉલ તાઅને જાતો રિયો.
આઠવાડ્યા પેલ્લે દિહી જોવે આમા પ્રભુ ભોજહાટી બેગા જાયલા, તોવે પાઉલ ચ્યાહાઆરે વાતો કોઅરા લાગ્યો જો બીજે દિહી જાતો રોનારો આતો, ચ્યાહા હાતે વાતો કોઅયો, એને આરદી રાતહુદુ સંદેશ દેતો રિયો.
પિત્તર એને યોહાન જેલેમાઅને સુટીન યેરૂસાલેમમાય ચ્યાહા હાંગાત્યાહા પાય યેના, એને જીં કાય મુખ્ય યાજક એને આગેવાનહાય આખલા આતા, ચ્યાહાન આખી દેના.
જોવે ચ્યે પ્રાર્થના કોઇ ચુક્યે, તોવે તો જાગો જાં ચ્યે બેગે આતેં આલી ગીયો, એને ચ્યે બોદે પવિત્ર આત્માકોય બાઆય ગીયે, એને ચ્યા પોરમેહેરા વચન મોઠી ઈંમાતે કોય આખે.
બાકી આમા તે પ્રાર્થના કોઅનામાય એને વચન પ્રચાર કોઅરા એને હિકાડાં સેવાયેમાય લાગી રાહુ.”
તુમહાવોય જીં આશા હેય, ચ્યામાય આનંદ કોઆ, સંકટામાય ધીરજ રાખા, સદા પ્રાર્થના કોઅતે રા.
તુમા પ્રભુભોજમાય વાપર કોઅલા દારાખા રોહા વાટકા, એને બુતહાન ચોડાવલા પિઅના વાટકી બેનહયા માઅને નાંય પી હોકે, એને પ્રભુ બાખે એને બુતહાન બેટ ચોડાવલા ખાઅના બેનહયા માઅને નાંય ખાય હોકે.
આંય તુમહે વાહવા કોઅતાહાંવ, કાહાકા તુમા માન દર સમયે યાદ કોઅતેહે, એને જીં શિક્ષણ માયે તુમહાન દેના ચ્યા હારેકોય પાલન કોઅતેહે.
યાહાટી ઓ બાહાહાય, જો આંય તુમહેપાય યેયન જુદી-જુદી ભાષામાય વાતો કોઉ, તે માન ચ્યા કાય ફાયદો ઓઅરી? બાકી જો આંય તુમહેહાટી પ્રકાશન કા ખાસ જ્ઞાન કા પોરમેહેરા વચન કા શિક્ષણ દાવ, તે તી તુમહેહાટી ફાયદા ઓઅરી.
આંય તુમહેથી નિરાશ હેતાંવ, કાહાકા પોરમેહેરાય તુમહાન ખ્રિસ્તાકોય સદા મોયામાય રાંહાટી હાદ્યા. ચ્યાલ તુમા ઓલે જલદ્યા છોડીન યોક આલાગ ખોબાર સ્વીકાર કોઅરા લાગ્યા.
પ્રેષિત એને ભવિષ્યવક્તાહા પાયાવોય તુમા યોક ગોઆ હારકા હેય એને જ્યા ખૂણા વોઅને મુખ્ય દોગડો ઈસુ ખ્રિસ્ત હેય.
બોદે સમયે એને બોદયે રીતેકોય આપહાન તેહેકેનુજ પ્રાર્થના કોઅરા જોજે જેહેકેન પવિત્ર આત્મા આપહાન અગુવાઈ કોઅહે, એને વિનાંતી કોઅતા રા, એને જાગતા રા, કા બોદા પવિત્ર લોકહાહાટી હેય, એને કાયામ વિનાંતી કોઅતા રા.
કાહાકા તુમહાય જ્યા દિહયા પાઅને હારી ખોબારેવોય બોરહો કોઅયો, એને ચ્ચા સમયથી આજ લોગુ તુમા ઈસુ ખ્રિસ્તા બારામાય હારી ખોબાર આખના કામામાંય માન મોદાત કોઅતે રીયહે.
બાકી તુમહે ખ્રિસ્તાવોય મજબુત બોરહો જોજે, તુમહાન હારી ખોબાર આખતે વેળાયે જીં આશા મિળલી આતી તી નાંય છોડતે, જીં હારી ખોબાર આકાશા નિચે બોદી દુનિયામાય આખલી જાહે, તી હારી ખોબાર આંય પાઉલ પ્રચાર કોઅતાહાંવ.
કાયામ પ્રાર્થના કોઅતે રા, જોવે તુમા પ્રાર્થના કોઅતેહે તોવે જાગતા રા, એને કાયામ પોરમેહેરા ધન્યવાદ કોઆ.
બાકી, તું જ્યો વાતો હિકહયો એને ચ્યેહેવોય બોરહો કોઅયોહો, ચ્યેહેન માનતો રો, કાહાકા તું જાંઅતોહો કા ચ્યો વાતો તુયે કા પાઅને હિકહયો.
યોકબિજાહાતે આરાધના કોઅરાહાટી યોકઠા ઓઅના મા છોડહા, કાહાકા કોલહાક લોક એહેકેન કોઅય રીયહા, બાકી આપા યોકબિજાલ આજુ વોદારે ગોત્યેથી ઉત્તેજન કોઅતે કાહાકા આપા જાંઅજેહે કા પ્રભુ માહારીજ પાછો યેનારો હેય.
જ્યેં પોરમેહેરાવોય બોરહો કોઅના છોડી દેતહેં એને ચ્યે નાશ ઓઈ જાતહેં, ચ્યા લોકહામાઅને આમા નાંય હેજે, બાકી જ્યેં પોરમેહેરાવોય બોરહો કોઇન આત્માલ બોચાડતહેં ચ્યા લોકહામાઅને આમા હેજે.
જીં કાય આમહાય દેખ્યા, એને જીં વોનાલા હેય, ચ્યા હારી ખોબાર તુમહાનબી આખજેહે, યાહાટી કા તુમહાનબી આમહે આરે સંગતી મીળે, એને આમહે ઈ સંગતી પોરમેહેર આબહા આરે એને ચ્યા પોહો ઈસુ ખ્રિસ્તાઆરે હેય.
બાકી જો આમા તીંજ કોઅજે જીં હારાં હેય જેહેકોય પોરમેહેર સિદ્ધ રુપામાય હારો હેય, જોવે આપા ઉજવાડામાય જીવજેહે, તોવે આપહે યોક-બિજા આરે સંગતી હેય, એને ચ્યા પાહા ઈસુવા લોય આપહાન બોદા પાપહાથી ચોખ્ખાં કોઅહે.
ચ્યા લોક જ્યા ખ્રિસ્તા વિરુદી હેય આપહાન છોડીન જાતા રીયહા, બાકી ચ્યા આપહે માઅને નાંય આતા, કાહાકા જો ચ્યા આપહે માઅને રોતા, તે ચ્યા આપહે આરે રોતા, બાકી ચ્યા જાતા રિયા. યાકોય ઈ માલુમ ઓઈ ગીયા કા ચ્યા બોદા આપહે માઅને નાંય હેય.
ઓ મા પ્રિય વિસ્વાસી બાહા એને બોઅયેહેય, ચ્યે પવિત્ર હાચ્ચાયેહેમાય જ્યેહેવોય તુમા બોરહો કોઅતાહા. ચ્યાહાટી તુમહાય યોક-બિજા મોદાત કોઅતા રા જોજે, યોકબિજાલ વોદાડી હોકે, તુમહાય પવિત્ર આત્મા સામર્થ્યા થી માર્ગદર્શન મેળવીન પ્રાર્થના કોઅરા જોજે.