25 કાહાકા દાઉદ રાજા ઈસુ બારામાય એહેકોય આખહે, “આંય મા પોરમેહેરાલ કાયામ મા આગલા દેખતો રિયો, કાહાકા તો મા જમણા આથા એછે હેય, યાહાટી કા આંય ચ્યા લોકહાન નાંય બીઅયુ, જ્યા મા નુકસાન કોઅરા માગતાહા.
ચ્યે બેની જાંએ પોરમેહેરા નોજરેમાય ન્યાયી આતેં, એને પોરમેહેરા બોદી આગના એને નિયમાહાન દોષવોગાર પાળા આતેં.
એઆ, આમી તો સમય યી રિયહો, બાકી યેય ગીયો, ચ્યે સમયે તુમા વેરગાઈ જાહા જ્યાહા-ચ્યાહા વાટે લાગહા, એને માન યોખલો છોડી દાહા, તેરુંબી આંય યોખલો નાંય હેતાઉ, કાહાકા આબહો મા આરે હેય.
યાહાટી આંય આનંદાકોય બાઆય ગીયો, એને આંય આનંદાકોય તો સ્તુતિ કોઅતાહાંવ, એને મા શરીરબી આશામાય બોની રોહે.