15 જેહેકેન તુમા હોમજી રીયહા, યા લોક સાકલા નાંય હેય, કાહાકા આમીતે હાકાળેહે નોઉં વાગ્યહે.
પાછે નવ વાગે ચ્યાય નિંગીન બિજા લોકહાન રીકામા ઉબા રોતા દેખ્યા,
“કાદાબી માઅહું હારો દારાખા રોહો પેલ્લા પીયાંહાટી દેહે, જોવે બોદા લોક દારાખા રોહો પીન મોરસાય જાતહા, તોવે બોદહાય પિદાં પાછે ઓળકો દારાખા રોહો પિયાં દેહે, બાકી તુયે હારો દારાખા રોહો આમી લોગુ રાખી થોવ્યહો.”
બાકી જીં આમહે આરે જાયા ઈ ચ્યો વાતો પુરાં ઓઅના હેય, જીં યોયેલ ભવિષ્યવક્તાકોય પવિત્રશાસ્ત્રામાય પોરમેહેરાય આખલા આતા.