39 બાકી તુમા કાય બીજી વાતે બારામાય પુછા કોઅતાહા, તે નોક્કી પંચ લોકહા સોબાયેમાય નિર્ણય કોઅવામાય યી.
યાહાટી દેમેત્રિયસ એને ચ્યા હાંગાત્યા કારીગીરાહાલ કાદાહાતે જગડો ઓરીતે, ચ્યા કોચર્યેમાય જાય હોકતાહા, એને ચ્યાહા ન્યાય કોઅરાહાટી ન્યાય કોઅનારા ઓદિકારીબી હેતા, તાં ચ્યા લોક યોકબીજાવોય ગુનો લાવી હોકતાહા.
કાહાકા માન બિક હેય કા રોમ સરકારથી દંગો સુરુ કોઅના દોષ લાવલો જાઅના મુશીબાતે માય હેય, યાહાટી કા યા કાય કારણ નાંય, આમી આમા યે ગીરદ્યે યોકઠા ઓઅના કાયજ જાવાબ નાંય દેય હોકહુ.”