32 રંગશાળેમાય આંદાર, બોદા લોક બોંબલી રીયલા આતા, કાદો યોક વસ્તુ એને કાદા કાય એને બોદાજ કાય ગરબડ આતા, એને બો બોદા લોક તે ઈ જાંઅતાબી નાંય આતા કા ચ્યે કાહા યોકઠે ઓઅયેહે.
એને બોદાજ શેઅરામાંય મોઠો ધાંદલ મચી ગીયો, એને લોકહાય ગયુસ એને અરિસ્તર્ખુસ, મોકોદુનિયા નિવાસી એને જ્યા પાઉલુસા આર્યા મુસાફરી આતા, દોઅઇ લેય યેના, એને યોકહાતે ઓઇન રંગશાળેમાય દાંહાદી ગીયા.
આસિયા ઓદિકાર્યાહા માઅને બી ચ્યા કોલહાક દોસ્તારાહાય ચ્યાપાય આખી દોવાડયા એને વિનાંતી કોઅયી, કા ચ્યાલ રંગશાળેમાય આંદાર જાયને પોતાનો જીવ મુશીબાતે માય નાંય ટાકાં જોજે.
કાહાકા માન બિક હેય કા રોમ સરકારથી દંગો સુરુ કોઅના દોષ લાવલો જાઅના મુશીબાતે માય હેય, યાહાટી કા યા કાય કારણ નાંય, આમી આમા યે ગીરદ્યે યોકઠા ઓઅના કાયજ જાવાબ નાંય દેય હોકહુ.”
બાકી ગીરદ્યેમાઅને કાદો કાય એને કાદો કાય બોંબાલતા રોયા એને જોવે દુમાલે લેદે તો હાચ્ચાં નાંય જાંઆઈ હોક્યો, તોવે ચ્યાલ કિલ્લામાય લેય જાઅના આગના દેની.