31 આસિયા ઓદિકાર્યાહા માઅને બી ચ્યા કોલહાક દોસ્તારાહાય ચ્યાપાય આખી દોવાડયા એને વિનાંતી કોઅયી, કા ચ્યાલ રંગશાળેમાય આંદાર જાયને પોતાનો જીવ મુશીબાતે માય નાંય ટાકાં જોજે.
યોક કોડવાળા માઅહું ઈસુવાપાય યેના એને માંડયે પોડીન ચ્યે ચ્યાલ માગણી કોઅયી, “આંય જાંઅતાહાંવ કા તું તો મોરજયેકોય તું માન ચોખ્ખો કોઅઇ હોકતોહો.”
એને પાઉલ, સિલાસ એને તિમોથી ચ્યા ફ્રુગીયા એને ગલાતીયા વિસ્તારામાઅને રોયન ગીયા, કાહાકા પવિત્ર આત્માય ચ્યાહાન આસિયા વિસ્તારામાય વચન પ્રચાર કોઅના મોનાય કોઅયી.
બેન વોરહા હુદુ ઈંજ ઓઅતા રોયા, ઓલે હુદુ કા આસિયા વિસ્તારામાય રોનારા કાય યહૂદી, કાય ગેર યહૂદી બોદહાય પ્રભુ વચન વોનાય લેદા.
એને બોદાજ શેઅરામાંય મોઠો ધાંદલ મચી ગીયો, એને લોકહાય ગયુસ એને અરિસ્તર્ખુસ, મોકોદુનિયા નિવાસી એને જ્યા પાઉલુસા આર્યા મુસાફરી આતા, દોઅઇ લેય યેના, એને યોકહાતે ઓઇન રંગશાળેમાય દાંહાદી ગીયા.
જોવે પાઉલ બી રંગશાળેમાય આંદાર જાયને લોકહા હાતે વાત કોઅરા માગતો આતો, બાકી શિષ્યહાય ચ્યાલ જાં નાંય દેનો.
રંગશાળેમાય આંદાર, બોદા લોક બોંબલી રીયલા આતા, કાદો યોક વસ્તુ એને કાદા કાય એને બોદાજ કાય ગરબડ આતા, એને બો બોદા લોક તે ઈ જાંઅતાબી નાંય આતા કા ચ્યે કાહા યોકઠે ઓઅયેહે.
જોવે આમા યો વાતો વોનાયા, તોવે આમા એને તાઅને લોકહાય પાઉલાલ વિનાંતી કોઅયી, કા યેરૂસાલેમ શેહેરમાય મા જાતો.