29 એને બોદાજ શેઅરામાંય મોઠો ધાંદલ મચી ગીયો, એને લોકહાય ગયુસ એને અરિસ્તર્ખુસ, મોકોદુનિયા નિવાસી એને જ્યા પાઉલુસા આર્યા મુસાફરી આતા, દોઅઇ લેય યેના, એને યોકહાતે ઓઇન રંગશાળેમાય દાંહાદી ગીયા.
સલમીસ પોઅચીન પોરમેહેરા વચન યહૂદીયાહા સોબાયે ઠિકાણામાય આખ્યાં, એને યોહાન, જ્યાલ માર્ક આખતેહે તો ચ્યાહા મોદાત કોઅરાહાટી ચ્યાહાઆરે આતો.
તાઅને આમા ફિલિપ્પી શેહેરામાય પોઅચ્યા, જીં મોકોદુનિયા વિસ્તાર માઅને શેહેર, એને રોમ્યાહા વોહતી હેય, એને આમા ચ્યા શેહેરામાય કોલહાક દિહીહુદુ રિયા.
તાં પાઉલે રાતી યોક દર્શન એઅયા કા યોક મોકોદુનિયા વિસ્તારામાય રોનારા યોક માઅહું ઉબા આતા, એને તો ચ્યાલ વિનાંતી કોઇન આખહે કા, “દોરિયા ચ્યે કાની ઉતીન મોકોદુનિયા માય યે, એને આમે મોદાત કોઓ.”
જોવે લોકહા ગીરદી એને શેહેરા ન્યાય કોઅનારા ઓદિકારી યો વાતો વોનાયા, તોવે ચ્યા ખિજવાય ગીયા.
જોવે યો વાતો ઓઅઇ ચુક્યો તોવે પાઉલે મોકોદુનિયા એને આખાયા વિસ્તારા વિસ્વાસ્યાહાલ મિળ્યાં પાછે યેરૂસાલેમ શેહેરામાય જાયના નોક્કી કોઅયા, એને આખ્યાં, “તાં જાઅના પાછે માન રોમ શેહેર બી એઅના જરુરી હેય.”
યાહાટી આપહે સેવા કોઅનારા માઅને તિમોથી એને એરાસ્તુસાલ મોકોદુનિયા વિસ્તારામાય ચ્યાહાલ આપહે આગલા દોવાડી દેના એને પોતે તાં કોલહાક દિહી આસિયા વિસ્તારા એફેસ શેહેરામાય રોઅઇ ગીયો.
રંગશાળેમાય આંદાર, બોદા લોક બોંબલી રીયલા આતા, કાદો યોક વસ્તુ એને કાદા કાય એને બોદાજ કાય ગરબડ આતા, એને બો બોદા લોક તે ઈ જાંઅતાબી નાંય આતા કા ચ્યે કાહા યોકઠે ઓઅયેહે.
તુમા પોતે જાંઅતાહા કા યા આથહાય મા એને મા હાંગાત્યાહા બોદ્યો જરુરતો પુરાં કોઅયા.
યે મુસાફિર્યેમાય બીરીયામાય રોનારો પિરહુસા પોહો સોપાત્રુસ એને થેસ્સાલોનિક શેહેરામાઅને અરિસ્તર્ખુસ એને સીકુંદસ એને દિરબે શેહેરા ગાયુસ, એને લુસ્રા શેહેરા તિમોથી એને આસિયા વિસ્તાર તુખિકુસ એને ત્રોફિમુસ, ચ્યા બોદા આમહે આરે મુસાફીર આતા, જ્યા આસિયા વિસ્તારહુદુ આમહેહાતે યેના.
તોવે બોદા શેહેરામાય ગરબડ ફેલાય ગીયી, એને લોક દાંહદીન યોકઠા ઓઅયા, એને પાઉલાલ દોઇન દેવાળા બાઆ ગોહલી લેય યેના, એને તારાત બાઅણા બંદ કોઅય દેવામાય યેના.
કાય તું ચ્યાજ મિસર દેશા નાંય, જો યા દિહહા પેલ્લા સરકારા વિરુદ બળવો કોઇન ચાર ઓજાર આથ્યાર બંદ લોકહાન ઉજાડ જાગામાય લેય ગીયો?”
અદ્રમુત્તિયુમ શેહેરા યોક જાહાજાવોય જીં આસિયા વિસ્તારા મેરાવોર્યા જાગામાય જાં તિયાર આતા, બોહીન આમાહાય આમે મુસાફરી સુરુ કોઅઇ દેની, એને અરિસ્તર્ખુસ નાંવા જો મોકોદુનિયા વિસ્તારા થેસ્સાલોનિક શેહેરા રોનારો આતો આમે હાતે આતો.
ગાયસબી તુમહાન સલામ આખી રિઅલો હેય, આંય ચ્યા ગોઅમે રોતહાવ જાં મંડળી બેગી ઓઅહે, એને ઇરાસ્તસ, જો શેહેરાહાટી પોયહા વ્યવહાર એએહે, એને ચ્ચા બાહા કવાર્તુસા તુમહાન સલામ.
આંય પોરમેહેરા ધન્યવાદ કોઅતાહાંવ, કા ક્રિસપુસ એને ગાયુસ યા બેન બાહહાન છોડીન તુમહેમાઅને બિજા કાદાલુજ બાપતિસ્મા નાંય દેનહા.
માન તે ઈ લાગહે કા પોરમેહેર આમા પ્રેષિતાહાલ બોદહા પાછે ચ્યા લોકહા હારકો ઠોરાવ્યાહા, જ્યાહાન મોરણા આગના ઓઈ ચુકહી, કાહાકા આમા દુનિયા લોકહા એને હોરગા દૂતહાહાટી યોકુજ તમાશો બોની ગીયહા.
એને ઓલાહાંજ નાંય, બાકી તો મંડળ્યે વિસ્વાસ્યાહાથી ઠોરાવલોબી ગીયો, કા યા દાનાં કામાહાટી આમહે આરે જાય એને આમા ઈ સેવા પ્રભુ મહિમા એને ઈ દેખાડાહાટી કોઅજેહે, કા આમા યેરૂસાલેમમાય વિસ્વાસ્યાહા મોદાત કોઅરાહાટી આમા ઉત્સુક હેજે.
અરિસ્તર્ખુસ મા આરે કૈદી હેય, એને માર્ક જો બારનાબાસા બાહા લાગહે, સલામ આખહે, આંય જાંઅતાહાંવ કા તુમહાન પેલ્લાજ માર્કા બારામાય આખ્યાહા, કા તો જોવે તુમહેપાય યેય તે ચ્યા હારેકોય આવકાર કોઅજા.
માર્ક, અરિસ્તર્ખુસ, દેમાસ એને લુકા, જ્યા મા આરે ખ્રિસ્તા કામ કોઅતાહા, બોદા તુલ સલામ આખતાહા.
આંય, યોહાન મંડળી વડીલ, ઈ પત્ર મા પ્રિય મિત્ર ગયુસાલ લોખી રિઅલો હેય, જ્યાવોય આંય હાચ્ચાં પ્રેમ કોઅતાહાંવ.