16 એને ચ્યે માઅહે જ્યામાય બુત આતો, ચ્યાહાવોય તૂટી પોડીન, એને ચ્યાહાન કોબજામાય લેયને, ચ્યાહાલ ઓહડો માર દેનો કા ચ્યા નાગા એને ઘાયાલ ઓઇન ચ્યા ગોઆમાઅને દાહુદતા નિંગી નાઠા.
તોવે કાય જાયા તી એરાહાટી માઅહે ઈસુવાપાય યેને, તોવે જીં બુતડે લાગલા માઅહું ઠાવકાજ બોઠલા દેખ્યો, એને ફાડકે પોવલે એને હારો ઓઇન ભાનમાય દેખ્યો, તીં એઇન ચ્યા બિઇ ગીયા.
કાહાકા ઈસુ ચ્યામાઅને ચ્યા બુતાલ નિંગી જાઅના આગના દી રિઅલો આતો, યાહાટી કા બુત ચ્યા માઅહાલ વારે ગેડી તકલીફ દેતો આતો, જોવે લોક ચ્યાલ હાકળે કોઇન એને બેડયો ટાકીન બાંદેત, તેરુંબી તો તોડી ટાકતો આતો, એને બુત ચ્યાલ ઉજાડ જાગામાય તાંગાડતા ફિરતા આતા.
એને લોક જીં જાયેલ તી એરાહાટી ગીયા, તોવે ચ્યાહાય જ્યામાઅને બુત નિંગલા ચ્યા માઅહાલ ઈસુવાપાય ફાડકે પોવલે એને હારો ઓઇન ભાનમાય દેખ્યો તોવે ચ્યા બિઇ ગીયા.
યોક દિહી બુતે ચ્યાહાલ આખ્યાં, “ઈસુવાલ આંય જાંઅતાહાંવ, એને પાઉલાલબી વોળખુહુ, બાકી તુમા કું હેતાં?”
એને ઈ વાત એફેસુસ શેહેરામાય રોનારા યહૂદી એને ગેર યહૂદી બી બોદા જાંઆઈ ગીયા, એને ચ્યા બોદહાવોય બિક બોઆય ગીયી, એને પ્રભુ ઈસુવા નાંવા મહિમા કોઅયી.
એને તો કુદીન ઉબો ઓઈ ગીયો, એને ચાલા-ફિરા લાગ્યો, એને ચાલતો, એને કૂદતો, પોરમેહેરા સ્તુતિ કોઅતો તો પિત્તર એને યોહાના આરે દેવાળા બાઆપુર ગીયો.
જુઠા માસ્તાર લોકહાન દેખાડતાહા, કા ચ્યા જી બી કાય કોઅરા માગતાહા, ચ્યાલ કોઅરાહાટી સુટ હેય, બાકી ચ્યા પોતે ગુલામ હેય, કાહાકા ચ્યાહા પોતાનો પાપમય સ્વભાવ ચ્યાહાન પાપહાથી બોઆલા કામ કોઅરાહાટી મજબુર કોઅહે. કાહાકા જીં કાયબી તુમહાન કોબજો કોઅહે, તુમા ચ્યા ચાકાર બોની જાતહા.