12 ઓલે લોગુ કા રુંબાળ એને ફાડકો ચ્યાહા આંગાલ લાવીન બીમાર્યાહાવોય ટાકતા આતા, એને ચ્ચે ચ્યાહા બીમાર્યેહેથી હારાં ઓઅઇ જાતે આતેં, એને બુતડે નિંગી જાયા કોઅતે આતેં.
એને બોદા સિરીયા વિસ્તારામાય ચ્યા ખોબાર ફેલાય ગીયી, તોવે જ્યા બિમાર આતા, જ્યાહાલ જુદા-જુદા જાત્યા રોગ એને દુ:ખામાય પીડાલા આતા, એને જ્યાહાલ બુત લાગલા એને મિરગ્યે લોખવાવાળે આતેં, એને ચ્યા બોદહાન ચ્યાહાય ચ્યાપાય લેય યેને એને ચ્યાય ચ્યા બોદા દુખ્યાહાલ હારેં કોઅયે.
જ્યા લોક માયેવોય બોરહો થોવતાહા ચ્યા યા મોઠે ચિન્હે કોઅરાહાટી સફળ ઓઅરી કા: મા નાંવ લેઈને બુતહાલ તાંગાડી કાડી, નોવી ભાષામાય બોલી,
જીં કાય પ્રેષિત કોઅતા આતા ચ્યા લીદે લોક બિમાર્યાહાન વાટેવોય લેય યેયન પાથારી એને ખાટલાહાવોય હુવાડી દાં આતેં, કા જોવે પિત્તર યેય, તોવે ચ્યા છાવાડીજ ચ્યાહામાઅને કાદાવોય પોડી જાય.