11 એને પોરમેહેર પાઉલા દ્વારા સામર્થ્યા ગોત્યેવાળે કામે દેખાડતો આતો.
“આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, જો કાદો માયેવોય બોરહો કોઅહે, યે કામે જ્યેં આંય કોઅતાહાંવ તોબી કોઅરી, બાકી ચ્યાકોઅતે બી મોઠે કામ કોઅરી, કાહાકા આંય આબહાપાય જાય રિયહો.
એને પાઉલ એને બારનાબાસ ચ્યા બોજ દિહયા લોગુ તાં રિયા, એને પ્રભુ બોરહાવોય ઇંમાતથી વાતો કોઅતા રિયા, એને પોરમેહેરાય ચ્યાહાકોય ચિન્હ એને નોવાયે કામે કોઆડીન સાબિત કોઅયા કા યા સદા મોયાબારામાય ચ્યાહા સંદેશ હાચ્ચો આતો.
તોવે બોદી સબા ઠાવકાજ રોયન બારનાબાસ એને પાઉલા વોનાયા લાગ્યા, કા પોરમેહેરાય ચ્યાહાકોય ગેર યહૂદી લોકહામાય કોહડે-કોહડે મોઠે ચિન્હે, એને ચમત્કારા કામે દેખાડયે.
તી બોજ દિહી લોગુ એહકોયજ કોઅતી રિયી, બાકી પાઉલ હેરાન જાયો, એને ફિરીન ચ્યા બુતાલ આખ્યાં, “આંય તુલ ઈસુ ખ્રિસ્તા નાંવા કોઅઇ આગના દેતહાવ, કા ચ્યેમાઅને નિંગી જો એને તી ચ્યેજ ગેડી નિંગી ગીયા.”
પ્રેષિતાહાકોય બોજ ચિન્હ એને અદભુત કામે લોકહામાય દેખાડલે જાતે આતેં, એને બોદે બોરહો કોઅનારે યોકમન ઓઇન દેવાળા ઈહીં સુલેમાના પારસાળા માય બેગે ઓઅતે આતેં.
તોવે સિમોનાય પોતેબી ફિલિપા સંદેશાવોય બોરહો કોઅયો એને બાપતિસ્મા લેઈને ફિલિપા આરે રા લાગ્યા, તો ચિન્હ એને મોઠે-મોઠે સામર્થ્યા કામે ઓઅતા દેખીન નોવાય પામતો આતો.
પોરમેહેર તુમહાન પવિત્ર આત્મા દેહે એને તોજ તુમહેમાય ચમત્કારા કામ કોઅહે, તો તુમહાન મૂસા નિયમ પાલન કોઅના લીદે નાંય, બાકી હારી ખોબારેવોય બોરહો કોઅના લીદે એહેકેન કોઅહે.
એને હાતેજ પોરમેહેર બી પોતાની ઇચ્છા પરમાણે ચિન્હે, એને અદભુત કામે, એને જુદે-જુદે જાત્યે સામર્થ્યા કામે, એને, પવિત્ર આત્મા વરદાનાહાલ વાટવાથી સાબુત કોઅતો રિયો કા ઓજ હાચ્ચો હેય.