12 જોવે ગાલીયો આખાયા વિસ્તારા ઓદિકારી આતો, તોવે યહૂદી લોક એકી કોઇન પાઉલા વિરુદ ઓઅઇ ગીયા, એને ચ્યાલ ન્યાય દેઅના જાગા હામ્મે લેય યેયન આખા લાગ્યા.
જોવે તો ન્યાય કોઆહાટી ખુરચ્યેવોય બોઠો, તોવે ઓલહામાય ચ્યા થેઅયે ચ્યાલ આખા દોવાડયા કા, “તું એલા ન્યાયી વોચમાય કાય મા કોઅતો, કાહાકા માયે આજે હોપનામાય એલા બારામાય બોજ દુઃખ વેઠયાહા.”
ઈ વોનાઈન પિલાત ઈસુવાલ બાઆ લેય યેનો, એને ન્યાય આસન વોય બોહી ગીયો, જો દોગડા ચબુતરા નાંવા જાગાવોય આતો, જો હિબ્રુ ભાષામાય ગાબ્બાથા આખાયેહે.
તોવે શાસકાય જીં કાય જાયા, દેખીન એને પ્રભુ શિક્ષણા બારામાય નોવાય પામીન ચ્યાય ઈસુવોય બોરહો કોઅયો.
બાકી યહૂદી આગેવાનહાય એને કુલીન થેએયો એને શેહેરા મુખ્ય માટડાહાન ઉસરાવ્યા, એને પાઉલ એને બારનાબાસા વિરોદ કોઆડીન ચ્યાહાલ ગાવા હિવે બારે કાડી દેના.
તો ચ્યા બેટા શાસક સિરગીયુસ પાઉલા આરે આતો, તો યોક બુદ્ધિમાન માઅહું આતો, શાસકાય બારનાબાસ એને શાઉલાલ હાદિન પોરમેહેરા વચન વોનાયા માગ્યાં.
બાકી બાર-યેશુય, જ્યા ઉપનાંવ એલિમાસ એટલે જાદુગાર આતાં, ચ્યાય શાઉલ એને બારનાબાસા વિરુદ કોઇન, શાસકાલ ઈસુવોય બોરહો કોઅનાકોય હારકા કોશિશ કોઅયી.
બાકી કોલહાક યહૂદી લોક અન્તાકિયા એને ઈકુનિયુમ શેહેરામાઅને યેયન લોકહાન ચ્યાહા એછે કોઇ લેદા, એને પાઉલાવોય દોગાડઝોડ કોઅયી, એને મોઅલો હોમજીન ચ્યાલ શેહેરા બાઆ ગોહલીન લેય ગીયે.
બાકી બોરહો નાંય કોઅનારા યહૂદી લોકહાય ગેર યહૂદી લોકહાન વિસ્વાસી લોકહા વિરુદમાય ઉસરાવ્યા, એને દુશ્માની પૈદા કોઇ દેની.
બાકી જોવે થેસ્સાલોનિક શેહેરા યહૂદી લોક જાંઆય ગીયા કા પાઉલ બિરીયા શેહેરામાયબી પોરમેહેરા વચન આખહે, તે તાં બી યેયન લોકહાન ઉસરાવાં એને ભરમાવા લાગ્યા.
બાકી યહૂદીયાહાય ખિજવાઈન આટામાઅને લોકહાન કોલહાક ખારાબ માઅહાલ ચ્યાહાઆરે લેદા, એને લોકહાન ટોળો કોઇન શેહેરામાય દંગો કોઅરા લાગ્યા, એને ચ્યાહાય પાઉલા એને સિલાસાલ હોદાહાટી યાસોના ગોઆવોય હમલો કોઇન પાઉલા એને સિલાસાલ લોકહા હામ્મે લેય યેયના વિચાર્યા.
યાહાટી પાઉલ ચ્યાહામાય પોરમેહેરા વચન હિકાડતો ડોડ વોરહા હુદી રિયો.
એને જોવે અપુલ્લોસાય નોક્કી કોઅયા કા આખાયા વિસ્તારામાય જાય તોવે વિસ્વાસ્યાહાય ચ્ચાલ ઈંમાત દેયન શિષ્યાહાન લોખ્યાં કા ચ્યા ચ્યાલ હારેરીતે મીળે, એને તો તાં પોઅચીન ચ્યા લોકહા બોજ મોદાત કોઅયી, જ્યાહાય ચ્યા સદા મોયા લીદે બોરહો કોઅલો આતો.
જોવે યો વાતો ઓઅઇ ચુક્યો તોવે પાઉલે મોકોદુનિયા એને આખાયા વિસ્તારા વિસ્વાસ્યાહાલ મિળ્યાં પાછે યેરૂસાલેમ શેહેરામાય જાયના નોક્કી કોઅયા, એને આખ્યાં, “તાં જાઅના પાછે માન રોમ શેહેર બી એઅના જરુરી હેય.”
પાઉલે આખ્યાં, “આંય કૈસરીયા શેહેરા ન્યાયા જાગા હામ્મે ઉબો હેતાંવ, મા ન્યાયા ઓજ નિર્ણય ઓરા જોજે, જેહેકેન તું હારેરીતે જાંઅતોહો, યહૂદીયાહા માયે કાય ગુનો નાંય કોઅયોહો.
કાહાકા મોકોદુનિયા વિસ્તારા એને આખાયા વિસ્તારા લોકહાય એહેકેન ફેસલો કોઅયો કા યેરૂસાલેમ શેહેરા પવિત્ર લોકહામાઅને ગરીબ લોકહાહાટી પોયહા ઉગરાણી કોઇન દોવાડે.
એને ચ્ચાહા ગોઅમે બેગી ઓઅનારી મંડળીલબી સલામ. એને પ્રિય ઇપેનિતુસાલબી સલામ, જો આસિયા વિસ્તારામાઅને ખ્રિસ્તાવોય બોરહો કોઅનારો પેલ્લો માટડો હેય.
ઓ વિસ્વાસી બાહાહાય, સ્તેફનુસ એને ચ્યા ગોર્યાહા બારામાય તુમહાન ખોબાર હેય, ચ્યે આખાયા દેશામાઅને પેલ્લે વિસ્વાસી હેય જ્યાહાય ખ્રિસ્તાવોય બોરહો કોઅયો, એને પવિત્ર લોકહા સેવા કોઅરાહાટી સાદા તિયારી રોતેહેં.
આંય પાઉલ જો પોરમેહેરા ઇચ્છાથી ઈસુ ખ્રિસ્તા પ્રેષિત હેતાંવ, એને બાહા તિમોથિયુસાં તરફથી, ઈ પત્ર કરિંથ શેહેરામાય પોરમેહેરા જીં મંડળી હેય, એને આખાયા વિસ્તારા બોદા પવિત્ર લોકહાહાટી હેય.
જેહેકેન કા નોકીજ રીતે ખ્રિસ્તા હાચ્ચાઇ માંયેમાય હેય, યાહાટી પુરા આખાયા વિસ્તારામાય કાદો માન યે વાતવોય વાહવા કોઅનાથી નાંય રોકી કા માયે કાદાપાઅને પોયહા નાંય લેદા.
માન ગેડી-ગેડી મુસાફીરી કોઅરા પોડી, કોદહી નોયહેમાઅને મુશીબાત, કોદહી બાંડહા મુશીબાત, કોદહી પોતાના જાતલાહા, કોદહી ગેર યહૂદીયાહાથી મુશીબાત, કોદહી શેહેરાહામાઅને મુશીબાત, કોદહી ઉજાડ જાગામાય મુશીબાત, કોદહી દોરિયા મુશીબાત વેઠયાં, એને કોદહી જુઠા વિસ્વાસ્યાહા મુશીબાતે સામનો કોઅરા પોડયો.
કાહાકા આંય તુમહે દાન દેઅના ઇચ્છા જાંઅતાહાંવ, જ્યા લીદે આંય તુમહે બારામાય, મોકોદુનિયા વિસ્તારા વિસ્વાસ્યાહા હામ્મે વાહવા દેખાડુહું, કા તુમા જ્યા આખાયા વિસ્તારા લોક યોકા વોરહાથી તિયારી ઓઅલા હેતા, એને તુમહે ઉત્સાહાય એને બોજ જાંણહાનબી મોદાત કોઅરાહાટી ઉત્સાહી કોઅયા.
યાહાટી ઓ બાહાહાય, તુમહાય તેહેકેન સતાવણી સહન કોઅયી જેહેકેન પોરમેહેરાવોય બોરહો કોઅનાર્યે મંડળી વિસ્વાસ્યાહાય સહન કોઅયા જ્યો યહૂદીયા વિસ્તારમાય ઈસુ ખ્રિસ્તામાય હેય, કાહાકા તુમહાય બી તુમહે લોકહાપાઅને તેહેકેન દુઃખ વેઠયાં, જેહેકેન ચ્યાહાય યહૂદીયાહાપાઅને વેઠયાહા.
એને ચ્યા ગેર યહૂદીયાહાલ ચ્યાહા તારણા બારામાય વાત કોઅરાહાટી આમહાન રોકતાહા. ચ્યા ચ્યાહા પાપ વોય પાપ જોડતા જાતહા, જાવ લોગુ પોરમેહેર ચ્યાહાન ડૉડ નાંય દેય, એને સેલ્લે નોક્કી પોરમેહેર ચ્યાહાન સજા દેનારો હેય.
બાકી તુમહાય ચ્ચા ગરીબા અપમાન કોઅયાહાં, તુમા જાંઅતાહા કા યા મિલકાતવાળાજ લોક હેય જ્યા તુમહેવોય જુલુમ કોઅતાહા, એને ચ્ચાજ હેતા જ્યા તુમહાન બળજબરી કોય કોચરીમાય લેય જાતહા.