26 ચ્યાય યોકુજ માઅહાથી માઅહા બોદી જાત્યો બોદયે દોરત્યેવોય રાંહાટી બોનાડીહી, એને ચ્યા ઠરાવલા સમય એને રોઅના હોદ યાહાટી બાંદહી,
તેરુંબી ભલા કોઇન આકાશ માઅને પાઆઈ એને ફળ દેનારો ચોમાહા તુમહાન દેયને, એને ખાઅના એને આનાંદા કોય તુમહાન તૃપ્ત કોઇન ચ્યા પોરમેહેરે પોતાના બારામાય સાક્ષી દેની.”
ઓ તોજ પ્રભુ આખહે જો દુનિયા શુરવાત પાઅને યે વાતહે ખોબાર દેતો યેનહો.’
આદામા પાપ કોઅવા લીદે બોદા માઅહાન મોઅરા પોડહે, તેહેકેન ખ્રિસ્તા લીદે બોદા મોઅલા લોકહાન જીવતા કોઅલા જાય.
પેલ્લો માઅહું આદામ દોરતી માઅને એટલે કાદવા બોનલો આતો, એને ખ્રિસ્ત, જો બિજો આદામ આતો, હોરગામાઅને યેનલો આતો.
તે આપા ઓહડા ઉત્તમ તારણથી બેદરકાર રોયન કેહેકેન બોચી હોકજે? જ્યા ચર્ચા પેલ્લા પ્રભુ ઈસુથી કોઅલી ગીયેલ, એને જ્યા શિષ્ય પેલ્લા ચ્યા પાયને વોનાલા આતા, ચ્યાહાય આપહે હામ્મે ઈ સિદ્ધ કોઅયા કા ઓજ હાચ્ચો હેય.