25 નાંય કાદીબી વસ્તુહુ ગોરજેહાટી ચ્યાલ માઅહા મોદાતે ચ્યાલ ગોરાજ નાંય હેય, કાહાકા તો પોતેજ બોદહાલ જીવન એને શ્વાછ એને બોદાંજ કાય દેહે.
ચ્યાથી તુમા તુમહે હોરગ્યા આબહા પોહા બોનહા કાહાકા પોરમેહેર હારાં એને માઠાં લોકહાવોય દિહી દેહે, એને ન્યાયી એને અન્યાયી લોકહાહાટી પાઆઈ પાડહે.
યાહાટી તુમા જાયને યા મોતલાબ હિકી લા, માન તુમહે બલિદાન નાંય જોજે, બાકી માન દયા ગોમહે, કાહાકા આંય ન્યાયી લોકહાન નાંય, બાકી પાપ્યાહાન બોચાવાં યેનોહો.”
તેરુંબી ભલા કોઇન આકાશ માઅને પાઆઈ એને ફળ દેનારો ચોમાહા તુમહાન દેયને, એને ખાઅના એને આનાંદા કોય તુમહાન તૃપ્ત કોઇન ચ્યા પોરમેહેરે પોતાના બારામાય સાક્ષી દેની.”
કાહાકા આમા ચ્યામાય જીવતા રોતહા, એને ચાલતાહા-ફિરતાહા, એને ચ્યામાય મજબુત રોજહે. ઠીક તેહેકોયજ જેહેકોય તુમહે કોલાહાક કવી લોકહાયબી આખ્યાહા, “આમા તે ચ્યાજ કુળા બી હેજે.”
“કાય કાદાય પેલ્લા પોરમેહેરાલ કાય દેનલા હેય, યાહાટી તો ચ્યા બોદલે કાય મિળના વિચાર કોઅય હોકે?”
યા દુનિયા મિલકાતવાળા હેય ચ્યાહાન આદેશ દે કા ચ્યા ફુલાય નાંય જાય, એને પારવાય જાનારા પોયહાવોય આશા નાંય કોએ, બાકી પોરમેહેરાવોય આશા કોએ, જો આપહે આનંદાહાટી બોદ્યો વસ્તુ દેનલ્યો હેય.